SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદૃષ્ટિનુ' સામાન્ય કથન : સારસમુચ્ચય “ સૃષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે ૨; રયણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે....વી૨૦” 5 સારસમુચ્ચય-(Summary) (૯) –શ્રી યાગ૦ સજ્ઝાય. પ પ્રારભમાં જે ઇચ્છાયાગ આદિ ત્રણ યાગ કહ્યા, તેમાં અંતર્ભાવ-સમાવેશ પામતી સામાન્યથી આ આઠ દૃષ્ટિ છે; મિત્રા, તારા, ખલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પા. તેમાં ઉત્તરાત્તર વધતા જતા બેષ,-તૃણુઅગ્નિકણુ, ગામયઅગ્નિકણુ, કાષ્ઠઅગ્નિકણુ, દીપક, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશ સાથે, અનુક્રમે સરખાવી શકાય છે. આ આઠમાં પહેલી ચાર સુધી મિથ્યાત્વ હાય છે, પાંચમી સ્થિરા દૃષ્ટિથી સમ્યક્ત્વના પ્રારંભ થાય છે. મિત્રા આદિ ચારમાં મિથ્યાત્વ હેવા છતાં તેને સદ્દષ્ટિમાં ગણી, તેનુ કારણ એ છે કે તે સમ્યક્ત્વના કારણરૂપ થાય છે, એટલે કારણમાં કાના ઉપચાર કરવામાં આવ્યેા છે. જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડી વગેરે અવસ્થાએ આવશ્યક છે, તેમ શુદ્ધ આત્માની નિષ્પત્તિમાં સિદ્ધિમાં મિત્રા વગેરે અવસ્થાએ-આત્મદશાએ અવશ્ય ઉપયેાગી હેાય છે. મિત્રા આદિ દૃષ્ટિ શેરડી જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માની-મીઠાશની પ્રાપ્તિ થાય છે. આ આઠ દૃષ્ટિમાં, ચમ-નિયમ વગેરે ચેાગના આઠ અંગની અનુક્રમે એકેક એમ પ્રાપ્તિ હાય છે; ખે–ઉદ્વેગ વગેરે આઠ પ્રકારના ચિત્ત-આશય દોષને! ત્યાગ થતાં, અનુક્રમે આ આઠે દૃષ્ટિ સાંપડે છે; અને અદ્વેષ-જિજ્ઞાસા વગેરે આઠ ગુણમાંથી એકેક અનુક્રમે આ આઠ દૃષ્ટિમાં આવિર્ભાવ પામે છે-પ્રગટે છે. અત્રે ‘દૃષ્ટિ’ શબ્દને અર્થ સાશ્રદ્ધાથી યુક્ત, સદાગમની આજ્ઞાને અનુકૂલ એવા એધ છે; અને તેના ફળરૂપે અસત્પ્રવૃત્તિ અટકે છે, ને સત્પ્રવૃત્તિપદ પ્રગટે છે. આ સૃષ્ટિ આઠ કહી, તે તેા કના આવરણ ટળવાની અપેક્ષાએ, સ્થૂલ દૃષ્ટિબિન્દુથી કહી છે. બાકી સૂક્ષ્મ રીતે જોઇએ તેા યાગના સ્થાન અનંત છે. આ આઠ દૃષ્ટિમાંથી મિત્રા આદિ જે પહેલી ચાર છે, તેના પ્રતિપાત-ભ્રશ થાય પણ ખરા; આવીને ચાલી પણ જાય, અને જો તેમ થાય તે નરકાદિ અપાય પણ ઉપજે. આમ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી–પાછી પડનારી કે અપ્રતિપાતી પાછી ન પડનારી હેાય. એમ વિકલ્પરૂપ ભજના છે. પણ છેલ્લી ચાર સ્થિર આદિ દષ્ટિ તે અપ્રતિપાતી જ હાય-આવ્યા પછી પાછી પડે જ નહિં એવી હાય, અને તેથી તેમાં નરકાદિ અપાય પણ હાય નહિ.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy