SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૭૮) ગદષ્ટિસમુચ્ચય આત્મસ્વભાવ સાથે યુજન તેનું નામ “યોગ” છે, અને આ યોગદષ્ટિ તેવા સ્વભાવયુંજન યેગના અભ્યાસરૂપ છે. એટલે આ ચગદષ્ટિથી નિરંતર આત્મસ્વરૂપને લક્ષ રહે છે, દેહાધ્યાસ દષ્ટિ છૂટી સતત આત્મા ભણી દષ્ટિ રહે છે, જેથી કેવળ આત્મસિદ્ધિરૂપ એક આત્માર્થનું જ પ્રયજન સિદ્ધ થાય છે. નો'ય પૂજાદિની જો કામના રે, નેય હાલું અંતર ભવદુઃખમૂળ મારગ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કઈ પામે મુમુક્ષુ એ વાત મૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. આમ સર્વથા આત્માર્થ જ આ ગ્રંથનું પ્રયોજન હેઈ, આત્માનુસ્મૃતિ અર્થે આ દષ્ટિભેદરૂપ ગ પરમ છે, પ્રધાન છે, શ્રેષ્ઠ છે; કારણ કે ઉપરમાં વિવેચીને કહ્યું તેમ, પ્રાસ વેગના ક્ષેમમાં અને અપ્રાપ્તના યોગમાં પરમ ઉપકારી હોવાથી, તેમ જ નિરંતર આત્મસ્વભાવની અનુસ્મૃતિરૂપ સતત જાગૃત ઉપયોગ રખાવતો હોવાથી, આ યોગદષ્ટિથી પર એ બીજો કયે વેગ હોઈ શકે વારુ? પ્રયંજનાન્તર (બીજુ પ્રજન) કહે છે – कुलादियोगभेदेन चतुर्धा योगिनो यतः । अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥२०८॥ કલ આદિ યોગભેદથી, યેગી ચાર પ્રકાર એથી વિરોધ ન પામતે, કાંઇય પર ઉપકાર. ૨૦૮ અર્થ –કારણ કે કુલગ આદિ ભેદે કરીને વેગીઓ ચાર પ્રકારના છે, એથી કરીને આ ગગ્રંથ થકી કંઈક એમને પપકાર પણ વિરોધ નથી પામતે. વિવેચન કુલ આદિ ગભેદને લીધે ગીઓ પણ સામાન્યથી ચાર પ્રકારના છે. એથી કરીને તથાવિધ કુલગી આદિની અપેક્ષાએ એઓને પણ આ યોગદષ્ટિ ગ્રંથ થકી લેશથી-કંઈક ઉપકાર થવે વિરોધ પામતું નથી, કારણ કે તેઓને વેગ પ્રત્યે પક્ષપાત હોય છે.-ઉપરમાં “આત્માનુસ્મૃતિ અર્થે’–આત્માર્થરૂપ સ્વઉપકાર અર્થેનું આ યોગદષ્ટિશાસ્ત્રનું મુખ્ય પ્રયજન કહ્યું; અત્રે પર ઉપકાર અર્થેનું ગૌણુ પ્રજન કહ્યું છે. કૃત્તિ:–કુરિયોજમેન-કુલાદિ ગભેદથી,–ગોત્ર, કુલ, પ્રવૃત્તચક્ર, નિષ્પન્ન ગરૂપ લક્ષણવાળા ગભેદથી, વત્ત-ચાર પ્રકારના, યોનિનો યત:-કારણ કે યેગીઓ સામાન્યથી છે. એથી શું ? તો કે- રોડ-િપોપકાર પણ,-તથાવિધ કુલગી આદિની અપેક્ષાએ, રાતો ન વિરુ-લેસથી વિરુદ્ધ નથી હોતો- જરાક આના થકી પણ વિરોધ નથી પામતે, કારણ કે તેઓને વેગ પ્રત્યે પક્ષપાત છે માટે, એમ ભાવ છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy