SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા દષ્ટિ ઈદ્રિયસુખ તે દુખ જ, વિવેકબલજન્ય ધ્યાનસુખ (૫૯) જય હોય છે, જિતેન્દ્રિયપણારૂપ “જિનત્વ હોય છે. શબ્દાદિ વિષયે જે લેકમાં સુખસાધન મનાય છે તે તે પરમાર્થ દૃષ્ટિથી જોતાં દુઃખસાધન જ છે, અથવા કલ્પિત સુખાભાસ જ છે. કારણ કે પુણ્યપરિપાકને લીધે દેવતાઓને ઉત્કૃષ્ટ ઇંદ્રિયસુખની પ્રાપ્તિ હોય છે, “તેઓને પણ સ્વાભાવિક સુખ નથી, ઉલટું સ્વાભાવિક દુઃખ જ દેખાય છે. કારણ કે તેઓ પચેન્દ્રિયાત્મક શરીર-પિશાચની પીડાથી પરવશ થઈ ભૃગુપ્રપાત સમા મનગમતા વિષયે પ્રત્યે ઝવાં નાંખી ઝંપલાવે છે.” પુણ્ય બલથી ઈચ્છા મુજબ હાજર થતા ભેગોથી તેઓ સુખીઆ જેવા પ્રતિભાસે છે, પરંતુ “દુષ્ટ રુધિરમાં જળની પેઠે ' તેઓ વિષયોમાં અત્યંત આસક્ત હાઈ વિષયતૃષ્ણાદુઃખ અનુભવે છે. ખરાબ લેહી પીવા ઈચ્છતી હીતરસી જળ જેમ રુધિર પાન કરતાં પોતે જ પ્રલય પામી કલેશ ભોગવે છે, તેમ વિષયતૃષ્ણાવંત આ પુણ્યશાળીએ પણ વિષયોને ઇચ્છતા અને ભેગવતા રહી પ્રલય-આત્મનાશ પામી કલેશ અનુભવે છે. આમ શુભપયોગજન્ય પુણ્યો પણ સુખાભાસરૂપ દુઃખનાં જ સાધન છે. જ્યાં મહા પુણ્યશાળી દેવાદિના સુખ પણ પરમાર્થથી દુઃખરૂપ જ છે, ત્યાં બીજા સુખનું તો પૂછવું જ શું ? વળી પુણ્યજન્ય ઇંદ્રિયસુખ સુખાભાસરૂપ છે એટલું જ નહિ, પણ બહુ પ્રકારે દુખસ્વરૂપ પણ છે. કારણ કે તે પરાધીન છે, બાધા સહિત છે, વિચ્છિન્ન-ખંડિત છે. બંધકારણ છે, વિષમ છે. એટલા માટે ઇંદ્રિયેથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે દુઃખ જ છે. આત્માથી અતિરિક્ત-જૂદા એવા પર નિમિત્તથી ઉપજતું હોવાથી, તે ઇંદ્રિયસુખ પરાધીન* છે. શ્રુષા-તૃષાદિ તૃષ્ણા પ્રકારથી અત્યંત આકુલતાને લીધે તે *બાધા સહિત છે. એક સરખો અખંડ શાતાદનીયને ઉદય રહેતે ન હેઈ, શાતા-અશાતા વેદનીયના ઉદયથી તે ખંડખંડ થાય છે, એટલે તે વિચ્છિન્ન-ખંડિત છે, ઉપભેગમાર્ગમાં રાગાદિ દેશસેના તે પાછળ પાછળ લાગેલી જ છે, અને તેના અનુસારે ઘન કમરપટલ પણ સાથે સાથે હોય જ છે, તેના વડે કરીને તે બંધકારણ છે. અને સદા વૃદ્ધિ-હાનિ પામવાથી વિષમપણાએ કરીને તે વિષમ છે. આમ પુણ્ય પણ પાપની જેમ દુઃખસાધન સિદ્ધ થયું. "सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं । जं इंदिएहिं लद्धं तं सोखं दुःक्खमेव तधा॥" –શ્રી કુંદકુંદાચાર્યજીકૃત શ્રી પ્રવચનસાર. અને “આમ પુણ્ય-પાપમાં તફાવત નથી એમ જે નથી માનતે તે મહાચ્છાદિત જીવ અપાર ઘર સંસારમાં ભમે છે.” * કારણ કે સેનાની બેડી હોય કે લેઢાની બેડી હોય, પણ બંને બંધનરૂપ બેડી જ છે; તેમ પુણ્યબંધ હોય કે પાપબંધ હોય, પણ બને ૪ જુઓ-શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસાર ટીકા, ગા. ૭૬.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy