SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ : ધર્મજન્ય ભાગ પણ અનિષ્ટ,-ચંદનઅગ્નિવત (૫૦૫) અત્યંત ખેદ વત્તો હતો, અને મહામુનિવરોને પણ દુર્લભ એવી પરમ ઉદાસીન અદ્ભુત વૈરાગ્યમય ભાવનિગ્રંથદશા ને ઉત્કટ આત્મસ્થિતિ તેમને વર્તતી હતી, અખંડ આત્મસમાધિ અનુભવાતી હતી,-એ એમના આત્માનુભવમય વચનામૃત પરથી નિષ્પક્ષપાત અવલકનારને પદે પદે સુપ્રતીત થાય છે. પણ આવા અપવાદરૂપ (Exceptional -Extraordinary) જલકમલવત્ નિલેપ મહાનુભાવ સમ્યગદષ્ટિ મહાત્માઓ વિરલ જ હોય છે, અતિ અતિ અલ્પ હોય છે. ત્રિકાળ વૈરાગ્યવંત તેમના ચિત્તસમુદ્રનો તાગ લેવાનું કે અનુકરણ કરવાનું બીજાનું ગજું નથી; તેમ કરવા જતાં બીજા પ્રાકૃત અને તે ખરા જ ખાય! આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીનું જ મનનીય વચનામૃત છે કે – “વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભેળવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે કમે પ્રવર્તાવાથી આગળ પર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિમૂળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષય ભોગવ્યાથી નાશ થાય; પણ જે જ્ઞાનદશા ન હોય તે વિષય આરાધતાં ઉત્સુક પરિણામ થયા વિના ન રહે અને તેથી પરાજિત થવાને બદલે વિષય વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષ વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જે પ્રવર્તાવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અથેજ વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે, કેમકે જ્ઞાની પુરુષ તે પ્રસંગને માંડ માંડ જીતી શક્યા છે, તે જેની માત્ર વિચારદશા છે એવા પુરુષને ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૯૯ (૫૯૧). આમ સામાન્યપણે ધર્મજનિત ભોગ પણ અનર્થરૂપ થઈ પડે છે એ નિયમ છે, છતાં સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષવિશેષને તેમ નથી પણ થતો એ અપવાદ છે. અત્રે ચંદનનું દૃષ્ટાંત ઘટે છે. ચંદન જે કે સ્વભાવથી શીતલ જ છે. છતાં ચંદનને ચંદનનો અગ્નિ અગ્નિ વનને બાળે જ છે, કારણ કે તે તેને સ્વભાવ છે. તેમ ધર્મ પણ બાળે પણ સ્વભાવે શીતલ-શાંતિપ્રદ છતાં, ધર્મજનિત ભેગ પણ અતદાહ | ઉપજાવે જ છે. કવચિત્ અપવાદે ચંદનને અગ્નિ મંત્રથી સંસ્કારવામાં આવતાં મંત્રસિદ્ધ વિદ્યાધર પુરુષને નથી પણ દઝાડે. તેમ કેઈ અપવાદરૂપ તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ જેવા ઉત્તમ પુરુષવિશેષને ધર્માનિત ભોગ અનર્થ હેતુ નથી પણ થતો. કારણ કે તેવા ભાવિતાત્મા તે આત્મ-વિધાધર પુરુષોએ અનાસક્ત ભાવથી વાસનાનું વિષ કાઢી નાંખ્યું હોય છે. એટલે તેમને ભોગનું ઝેર ચડતું નથી ! બીજા અજ્ઞાની જનોને
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy