SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ : બાલધૂલિગૃહકીડા સમી સર્વ ભવચેષ્ટા (૪૬૧) એવું સ્થિર સમ્યક્ સ્થિતિવાળું જે હોય તેને જ “પદ' નામ ઘટી શકે. અને આ આત્મસ્વરૂપ અનુભવ પદ-વેધસંવેદ્ય પદ સ્વભાવભૂત હોઈ તેવું સમ્યફ સ્થિતિવાળું છે, એટલે તેને જ “પદ” નામ બરાબર ઘટે છે. (જુઓ વિવેચન પૃ. ૨૮૮ થી ૨૯૧). આવું સ્થિર આત્મસ્વભાવ અનુભવરૂપ વેવસંવેદ્ય પદ ગ્રંથિભેદથી આ સ્થિર દષ્ટિમાં પ્રાપ્ત થાય છે, તેથી કરીને અત્રે સૂક્ષમ બોધની સંપ્રાપ્તિ હોય છે. અને એવા સૂકમબેધસંપન્ન સમ્યગદષ્ટિ પુરુષના આવા સહજ ઉદ્ગાર નીકળી પડે છે કે-આમ નિર્મલ સમ્યગદર્શનના પ્રતાપે કરીને જેણે હારું પશુરૂપપણું ટાળીને દેવરૂપપણું કર્યું, દિવ્ય સહજ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું તે ભગવાન વીરને અમાપ ઉપકાર હું કદી વિસરું નહિ, રાત દિવસ સંભારું છું. એ ગુણ વીર તણો ન વિસારું, સંભારું દિન રાત રે; પશુ ટાળી સરરૂપ કરે જે, સમકિતને અવદાત રે.”–શ્રી . દ. સઝાય. પ-૨. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી, જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણમૂતિ સભ્ય દર્શનને નમસ્કાર.” શ્રીમદ્ રાજચંદ્રજી. बालधूलीगृहक्रीडातुल्यास्यां भाति धीमताम् । तमोग्रंथिविभेदेन भवचेष्टाखिलैव हि ॥ १५५ ॥ બાલ ધૂલિગ્રહ રમત શી, ભવચેષ્ટા જ સમરત; તમેચંથિભેદે દીસે, બુદ્ધિમંતને અત્ર. ૧૫૫ અર્થ—આ દષ્ટિમાં તમોગ્રંથિના વિભેદને લીધે બુદ્ધિમતોને અખિલ જ ભવચેષ્ટા બાલકની ધૂલિગ્રહકીડા તુલ્ય ભાસે છે. વિવેચન બાલધૂલિ ગૃહ ક્રીડા સરખી, ભવ ચેષ્ટા ઈહાં ભાસે રે; ત્રદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે......તે ગુણ વીર.” –શ્રી જે. દ. સક્ઝાય. ૫-૩ વૃત્તિસાધૂરી વૃક્રીeતુચા-બાલકની ધૂલિગ્રહક્રીડા સરખી-પ્રકૃતિઅસુંદરપણાથી ને અસ્થિરપણથી, અ–આમાં, આ સ્થિરા દૃષ્ટિમાં, મારિ-ભાસે છે, ધીમતાં-ધીમંત-બુદ્ધિમંત પુરુષોને, તમોબપિવિનતમોગ્રંથિના વિભેદરૂપ હેતુથી, મવઝાવિકૈવ હિ-અખિલ જ ભવચેષ્ટા નિશ્ચયે-ચક્રવતી આદિ ચેષ્ટારૂપ પણ પ્રકૃતિઅસુંદરપણુથી ને અસ્થિરપણુથી.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy