SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ : કુતર્ક દૂષણભાસપ્રધાન (૩૩૫) પ્રતીતિ-ફેલ બાધિત આ, જાતિપ્રાય સહુ જલ્પ; જ્યમ હાથી હણશે? ક, પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પ છે, અર્થ-અને પ્રતીતિફલથી બાધિત એ આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે-દૂષણભાસપ્રધાન છે. “હાથી મારી નાંખશે” એવું કહ્યું, હાથી પામેલાને-પાસે રહેલાને હણશે ? કે નહિ પામેલાને-દૂર રહેલાને હણશે ?–એવા વિકલ્પની જેમ વિવેચન અને જે આ સર્વ કુતર્ક છે તે સર્વ જાતિપ્રાય છે, દૂષણભાસપ્રધાન છે. જ્યાં હોય ત્યાં દૂષણભાસ શોધી કાઢવું એ એનું કામ છે ! દૂષણ નહિં પણ દૂષણ જે આભાસ આપતું, દૂષણ જેવું દેખાતું કંઈ પણ છિદ્ર શોધી કાઢવું એ કુતર્કનું કામ છે ! “દૂધમાંથી પિરા કાઢવા જેવું છલ નિર્દોષ નિરવદ્ય વસ્તુમાં પણ શેધી કાઢવું એ ખલ કુતર્કનું કુશલપણું છે ! "वायुक्त साधने प्रोक्तदोषाणामुदभावनम् । ટૂષvi નિરવ તુ ટૂષામા નામન્ !” શ્રી સિદ્ધસેન દિવાકરકૃત ન્યાયાવતાર આવો આ કુતક પ્રતીતિથી અને ફલથી બાધિત છે, એટલે કે ગમે તેવા કુતર્કથી પણ પ્રતીતિ ઉપજતી નથી, અને તે માન્યામાં આવતો નથી, સર્વદા સંશયાત્મક્તા જ રહે છે. ને “સંશયાત્મ વિરતિ” સંશયી જીવ વિનાશ પામે છે. કતક પ્રતીતિ. તેમજ તેથી કાંઈ ફલ પ્રોજન સિદ્ધ થતું નથી. ખાલી નકામી માથાલ બાધિત ફેડ થાય છે. એ માટે અત્રે રમૂજી દષ્ટાંત રજૂ કર્યું છે કે-હાથી મારી નાંખશે એમ મહાવતે કહ્યું, હાથી પાસે રહેલાને હશે ? કે દૂર રહેલાને હણે? એવો વિક૯પ જેમ કેઈ બકર-જડ કરે, તેની જેમ અત્રે સમજવાનું છે. દૂર નિકટ હાથી હણે છે, જ્યમ એ બઠર વિચાર.” આ દષ્ટાંતને સાર આ પ્રમાણે – કોઈ નૈયાયિક છત્ર (વિદ્યાથી) કયાંકથી આવ્યું. અવશ–નિરંકુશ થઈ ગયેલા ગાંડા હાથી પર ચઢેલા કેઈએ બૂમ મારી “અરે! અરે ! જલદી દૂર ખસી જ! (નહિં તે ) હાથી મારી નાંખશે.' એટલે તેવા પ્રકારે જેને ન્યાયશાસ્ત્ર પરિણત હતું–જે ભણ્યો પણ ગણ્યો ન્હોતો એવા તેણે કહ્યુંરે રે! બઠર ! આમ યુક્તિબાહ્ય કેમ પ્રલપે છે ? કારણ કે, શું આ પ્રાણને હણે છે ? કે અપ્રાપ્તને ? આદ્ય પક્ષમાં હારી જ વ્યાપત્તિન (મરણને) પ્રસંગ છે,-પ્રાપ્તિભાવને લીધે. એમ જ્યાં તે કહે છે. ત્યાં તો તેને હાથીએ રહ્યો–પકડ્યો. તેને માંડ માંડ મહાવતે મૂકાવ્યા. જાતિપ્રાયતા તે સર્વત્ર ભિન્ન અર્થ ગ્રહણ સ્વભાવવાળા સંવેદનના વેદનમાં હોય છે;-તત્રત (તેમાં પ્રાપ્ત થતા) આકારરૂપ વિકલ્પનના એવં પ્રાયપણાને લીધે, એમ અન્યત્ર ચર્ચવામાં આવ્યું છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy