SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદૃષ્ટિનુ" સામાન્ય થન (૫૭) • આઘદષ્ટિ ? એટલે સામાન્ય દૃષ્ટિ, સામાન્ય દÖન. એઘ એટલે પ્રવાહ. પ્રવાહપતિત દૃષ્ટિ તે એઘદષ્ટિ. આમ અનાદિ સંસારપ્રવાહમાં તણાઇ રહેલા અને તેમાં જ રાચનારા એવા ભવાબિનદી સામાન્ય કાટિના જીવોની સૃષ્ટિ તે એષ્ટિ છે. લેાકપ્રવાહને આઘદષ્ટિ અનુસરતા પ્રાકૃત જનાનું જે લૌકિક પદાર્થ સંબધી સામાન્ય દન, તે એટલે ? એઘદૃષ્ટિ છે, (Vision of a layman). અને આ એઘષ્ટિ પણ જ્ઞાનાવરણીય, દશ નાવરણીય વગેરે કના ભિન્ન ભિન્ન ક્ષયેાપશમને લીધે–(ન્યૂનાધિકતાને લીધે) જૂદા જૂદા પ્રકારની, વિચિત્ર પ્રકારની હેાય છે. દાખલા તરીકે કેઈ એક દૃશ્ય હોય તે (૧) મેઘલી રાત્રે ઘણું ઘણું ઝાંખુ· ક’ઇક દેખાય, (૨) તેના કરતાં કંઇક વધારે મેઘ વિનાની રાત્રે દેખાય, (૩) તેના કરતાં પણ ઘણું વધારે મેઘલા દિવસે દેખાય, (૪) અને તેના કરતાં પણ ઘણું ઘણું વધારે મેઘ વગરના દિવસે દેખાય. અને તેમાં પણુ, (૫) દૃષ્ટા-જોનારા જો ભૂત વગેરે ગ્રહથી અથવા ચિત્ત વિભ્રમ વગેરે ગ્રહથી ગ્રહાયેલા હાય તેા તેના દેખવામાં, (૬) અને તેવા ગ્રહ રહિત જોનારના દેખવામાં પણ ચાખા લે-ફેર પડે; (૭) અથવા દેખનારા ખાલક હાય તેા તેના દેખવામાં, (૮) અને પુખ્ત ઉંમરના હાય તે તેના દેખવામાં પણ વિવેકના ઓછાવત્તા પ્રમાણને લીધે, તફાવત હાય. અથવા (૯) કાચ (પડલ-માતીએ) વગેરે આ હાવાથી દેખનારની દૃષ્ટિ જો અવરાઇ–ઢકાઇ હેાય તેા તેના દેખવામાં, (૧૦) અને કાચ (પડેલ) આડા ન હેાય, તેા તેના દેખવામાં પણ જરૂર ફેર પડે. આમ એક જ દૃશ્યમાં–જોવાની વસ્તુમાં પણ વિચિત્ર ઉપાધિભેદને લીધે જૂદા જૂદા દૃષ્ટિભેદ થાય છે. આ દૃષ્ટાંત પ્રમાણે, લૌકિક પદાર્થને, લૌકિક દૃષ્ટિએ દેખવાના જે જે ભેદ છે, તે તે આઘદૃષ્ટિના પ્રકાર છે. ચેાગદષ્ટિ— —આમ એક જ લૌકિક દશ્ય દેખવામાં પણ, જૂદી જૂદી જાતની બાહ્ય ઉષાધિને લીધે, જેમ એઘદૃષ્ટિના ભેદ પડે છે, તેમ પરલેાક સબધી જ્ઞેયમાં—આત્મતત્ત્વ આદિના જ્ઞાનવિષયમાં પણુ, ક્ષયાપશમની વિચિત્રતાને કારણે જુદા જુદા પ્રકારના ચેાગદષ્ટિમાન્યતાભેદ–દૃષ્ટિભેદ હાય છે, દનભેદ હેાય છે. જેમ કૅમેરાના પડદા (Diaphragm) ઓછેવત્તો ખુલ્લે, તેમ દૃષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of vision) વધઘટ થાય છે. તે જ પ્રકારે જેવી ક્ષયેાપશમની વધઘટ-તરતમતા હેાય, જેટલું કમ'નું આવરણ ખસ્યુ' હાય–કના પડદા ખૂલ્યા હોય, તેટલું ઓછુ ંવત્તુ' દન ચાગષ્ટિવાળા સમકિતી પુરુષને થાય છે. મામ ચાગદષ્ટિ’ એટલે યાગ સંબધી દષ્ટિ, યાગમાને અનુસરતી એવી દૃષ્ટા યાગી—સમ્યગ્દષ્ટિ પુરુષની દષ્ટિ (Vision of Yogi); એઘદૃષ્ટિ ને ચાંગદૃષ્ટિના આમ પ્રગટ ભેદ છે;—
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy