________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
દૈનિક ગતિ છે. તો દર એક રેખાંશે ચાર મિનિટના તફાવતને કઈ રીતે સમજાવવો ?
I
!
૨. જૈન ભૂગોળ પ્રમાણે ભરતક્ષેત્રમાં દિવસ હોય ત્યારે
મહાવિદેહ ક્ષેત્રમાં રાત હોય છે અને ભરતક્ષેત્રમાં રાત હોય ત્યારે મહાવિદેહક્ષેત્રમાં દિવસ હોય છે. તેવી જ સ્થિતિ ભારત અને અમેરિકા વચ્ચે છે, તો શું અમેરિકા
મહાવિદેહ છે? ૩. જૈન ભૂગોળ-ખગોળ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર બબ્બે છે.
આજે જે સૂર્ય ઉગે છે તે કાલે ઉગતો નથી પરંતુ બીજો. સૂર્ય ઉગે છે. આજે જે સૂર્ય ઉગ્યો હોય તે પરમદિવસે ઉગશે. જ્યારે આધુનિક વિજ્ઞાન ફક્ત એક જ સૂર્યમાં માને છે. જો કે અત્યારે વિજ્ઞાન ઘણા સૂર્યમાં માને છે પરંતુ આપણી ગ્રહમાળામાં તો ફક્ત એક જ સૂર્યનો સ્વીકાર કરે છે. જો ખરેખર બે સૂર્ય હોય તો તેની સાબિતી આપણે આપવી જોઈએ. તે સાબિતી આપવા માટે એક પ્રયોગ કરવો જોઈએ. કોઈ એક વ્યક્તિ ખાસ એક વિમાન ભાડે લઈ મુંબઈથી બપોરે ૧૨-૦૦ કલાકે સૂર્યની ગતિ સાથે તાલ મેળવીને ઉડે અને તેની સાથે સાથે પૃથ્વીની પ્રદક્ષિણા કરે અને તે