________________
38
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જેન માસિક એ લેખ પ્રકાશિત કરવાની હિંમત ધરાવતું નહોતું. તેનું કારણ એટલું જ કે વિ.સં. ૨૦૪૪માં તપાગચ્છીય શ્રમણસંમેલન બાદ પ્રકાશની બાબતમાં મેં એક સંશોધનાત્મક લેખ લખેલ તે લેખ ગુજરાતી જૈન માસિકમાં પ્રકાશના મોકલેલ ત્યારે તેના સંપાદક-તંત્રીએ ત્રણ મહિના બાદ એવી નોંધ લખીને પરત કરેલ કે “આ લેખનો વિષય વિવાદાસ્પદ છે. તેથી અમે તે પ્રકાશિત કરી શકીએ તેમ નથી.” તેથી આ લેખ મેં પહેલેથી જ હિન્દીમાં લખેલ. તે લેખમાં મેં જૈન ભૂગોળખગોળને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરેલ, જે ઈન્દોરથી પ્રકાશિત થતા હિન્દી માસિક “તીર્થકર”ના પ્રાય: સપ્ટેમ્બર, ૧૯૯૬ના અંકમાં તે પ્રસિદ્ધ થયેલ. અત્યારે મારી પાસે તેની હસ્તપ્રત કે પ્રકાશિત નકલ નથી, પરંતુ તેમાં રજૂ કરેલ પ્રશ્નો મને યાદ છે તે અહીં પણ રજૂ કરું છું. ૧. સૌપ્રથમ દરેક જેનને એ પ્રશ્ન થાય છે કે જો પૃથ્વી
આપણી જૈન માન્યતા પ્રમાણે સપાટ હોય તો ભારત અને અમેરિકા વચ્ચે સૂર્યોદય-સૂર્યાસ્તમાં ૧૧થી ૧ર કલાકનો તફાવત કેમ છે? અને તે જ રીતે દિલ્હી - લંડન, ટોકિયો-પેરિસ વગેરે વિભિન્ન સ્થળોના સૂર્યોદયસૂર્યાસ્તમાં વિભિન્ન સમયનો તફાવત કેમ છે? યાદ રહે કે જેન ભૂગોળ પ્રમાણે એક અનુમાન અનુસાર આપણી વર્તમાન પૃથ્વી માત્ર બે યોજન પ્રમાણ છે અને તે દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં છે અને સમગ્ર
ભરતક્ષેત્રમાં એક સાથે જ સૂર્યોદય-સૂર્યાસ્ત થાય છે. અલબત્ત, આપણા પ્રત્યક્ષ અનુ ભવમાં તો વર્તમાન પૃથ્વી ઉપર દર એક રેખાંશે સૂ ર્યોદય-સૂર્યાસ્તમાં ચાર મિનિટનો ફેર પડે છે. જેનું કારણ વર્તમાન ભૂ ગો ળખગોળ પ્રમાણે પૃથ્વીની