________________
જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
માટે આઇન્સ્ટાઈનના સિદ્ધાંતનો વ્યવસ્થિત અભ્યાસ કરવો જરૂરી લાગ્યો. અને મુંબઈની પ્રખ્યાત રોયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયમાંથી આઇન્સ્ટાઇનના સિદ્ધાંત અંગેના તેના મૂળ પુસ્તકો મંગાવી અભ્યાસ શરુ કર્યો.
37
તે જમાનામાં ઝેરોક્સની શોધ નહોતી થઈ, તેથી તે તે પુસ્તકોમાંની મહત્ત્વની માહિતી એક નોટમાં લખતો રહ્યો. વળી નિશાળમાં અને કોલેજના પ્રથમ વર્ષમાં રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન કરતાં મને ભૌતિકશાસ્ત્રમાં વધારે રસ હતો. તેથી સંશોધનના ક્ષેત્ર તરીકે જૈન ભૂગોળ-ખગોળ છોડી ભૌતિકશાસ્ત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આમ છતાં મનમાં જૈન ભૂગોળ-ખગોળ અંગે ચિંતન મનન અને અન્ય વિદ્વાન સાધુ તથા જૈન વિજ્ઞાનીઓ સાથે અવસરે અવસરે ચર્ચા વિચારણા ચાલતી રહેતી પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ પ્રાપ્ત નહોતું થતું.
જૈન ભૂગોળ-ખગોળ અંગે મારા મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા પરંતુ ક્યાંયથી ય સમાધાન મળતું નહોતું. પરિણામે મેં એક વખત તે અંગે જાહેરમાં ચર્ચા કરવાની હિંમત કરી અને તે અંગે એક લેખ હિન્દીમાં લખ્યો કારણ કે કોઈપણ ગુજરાતી