________________
36
શું જેન ભૂગોળ-ખગોળ સાચી છે? પછી સિદ્ધહેમ લઘુવૃત્તિનો અભ્યાસ કર્યો. અને તે વખતે સાથે સાથે બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, જંબુદ્વીપ લઘુસંગ્રહણી વગેરેનો વિસ્તાર પૂર્વક અભ્યાસ કર્યો. તે પછી અનુ યોગદ્વાર સૂ ગા, દશવૈકાલિક સૂ ગ, ન દિ , આ ચારાં ગ ગ , સૂત્રકૃતાંગસૂત્ર વગેરે આગમનો પણ અભ્યાસ કર્યો. તે સાથે જૈન ધર્મ અને વિજ્ઞાન અંગે સતત ચિંતન ચાલતું રહ્યું અને આધુનિક વિજ્ઞાન અંગેનું પણ વાંચન-ચિંતન ચાલતું રહ્યું અને અનુકૂળતા પ્રમાણે મનમાં વિચારો આવે તે રીતે લખતો રહ્યો. અલબત્ત, તે પ્રકાશિત કરવા માટે નહિ, માત્ર અંગત નોંધ સ્વરૂપે જ હતું. દીક્ષા પછીના છ વર્ષના ગાળામાં મારા અભ્યાસ અને ચિંતન દ્વારા એવું નિશ્ચિત લાગવા માંડ્યું કે જૈન ભૂગોળ-ખગોળ અને આધુનિક વિજ્ઞાનમાં ઘણી જ અસમાનતા અને પરસ્પર વિરોધાભાસી માન્યતાઓ છે. તેને કઈ રીતે લોકો સમક્ષ રજૂ કરવું, તે પણ મહાન કૂટપ્રશ્ન હતો. આ સંજોગોમાં કોઈ સ્પષ્ટ નિર્ણય કરવો અઘરો હતો. એક બાજુ આધુનિક વિજ્ઞાનની માન્યતાઓને ખોટી કહી શકાય તેમ નહોતું કારણ કે તેને ખોટું કહેવા માટેના નક્કર કારણો અને જેન ભૂગોળ-ખગોળ અંગે કોઈ હકારાત્મક સાબિતીઓ આપણી પાસે નથી. તો જૈન આગમો ભગવાન મહાવીરસ્વામીની વાણી હોવાથી તેને અસત્ય કહી શકાય તેમ નહોતું. આ દુવિધાના કારણે મેં જૈન ભૂગોળખગોળના વિષયને મારા સંશોધનમાંથી તત્કાલ પુરતો બાકાત રાખ્યો. ઇ. સ. ૧૯૭૯માં આઇન્સ્ટાઇનની જન્મશતાબ્દિના વર્ષમાં અમદાવાદથી પ્રકાશિત થતા “સ્કોપ” નામના વિજ્ઞાનમાસિકનો એક અંક સંપૂર્ણપણે આઇન્સ્ટાઈન વિશેષાંક હતો. તેમાં તેના જીવનના પ્રસંગો તો હતા જ, પરંતુ સાથે સાથે તેના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતની સમજ આપેલ અને તેની ચર્ચા પણ હતી. તેનું વાંચન કર્યા પછી આઇન્સ્ટાઇનના એ સિદ્ધાંત તરફ મને શંકા ઉત્પન્ન થઈ અને તે અંગે કાંઈક લખવાનું મન થયું, પરંતુ ત્યારે જ્ઞાનની દષ્ટિએ હું તેટલો તૈયાર નહોતો, તે