________________
29
'જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
આમ છતાં તે સંસ્થાઓ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ કોઈ નક્કર પરિણામ પ્રાપ્ત થયું નથી. ચંદ્ર ઉપર મનુષ્ય કે માનવરહિત ચાન ગયું જ નથી તેવું સિદ્ધ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ તેનાથી બુદ્ધિજીવી વર્ગને કોઈ સંતોષ થયો નથી, એ હકીકત ભુલવી જોઈએ નહિ.
આજે સમગ્ર વિશ્વમાં અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાંસ, જર્મની, ચીન, ઇઝરાયેલ સહિત ભારતમાં અવકાશ ક્ષેત્રે સંશોધન કરતા લાખો વિજ્ઞાનીઓ છે અને તેમાં ભારત અને પરદેશમાં પણ આ ક્ષેત્રે અનેક જૈન વિજ્ઞાનીઓ કાર્ય કરી રહ્યા છે. તેમાં એક પછી એક નવાં નવાં સંશોધન થતાં જાય છે. વળી અવકાશ ક્ષેત્રે થયેલ સંશોધનોના પરિણામે સંદેશા વ્યવહારમાં પણ જબરદસ્ત ક્રાંતિ આવી છે. આ જ કારણથી વિજ્ઞાન દ્વારા સંશોધન કરવામાં આવેલ સત્યની ઉપેક્ષા કરવી કે તેને અસત્ય સિદ્ધ કરવા પ્રયત્ન કરવો યોગ્ય નથી. તો બીજી તરફ આગમની વાણીને અસત્ય કહેવી તે પણ ઉચિત નથી. તેથી કાંઈક સમાધાન શોધવું જરૂરી છે કે જે આપણી શંકાનું નિરાકરણ કરી શકે.
ડૉ. જીવરાજ જેને આ પ્રશ્નના નિરાકરણ માટે પ્રયત્ન કર્યો છે અને આધુનિક વિજ્ઞાનની માન્યતાઓનું ખંડન કર્યા વગર જ જૈન આગમોમાં પ્રતિપાદિત અવધારણાઓને સત્ય સિદ્ધ કરવાનો અદ્ભુત વિચાર રજૂ કર્યો છે. તેઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે લોકના અર્થાત્ જેન બ્રહ્માંડના વિષયમાં ઉત્તરકાલીન મહાન આચાર્યોએ જે ચિત્રો જૈન આગમોમાં અને અન્ય પ્રકરણ સાહિત્યમાં ચિત્રાંકિત કરાવ્યા છે અથવા કર્યા છે, તે તેમની વિલક્ષણ બુદ્ધિપ્રતિભાના સૂચક છે. આ ચિત્રોમાં ક્યાંય કોઈ ત્રુટિ કે ભૂલ છે નહિ. આ પ્રકારના ચિત્રોના નિર્માણનો આધાર શું છે ? અને તેની સાંકેતિક ભાષાને ઉકેલવા માટે ડૉ. જીવરાજ જેને ખૂબ પરિશ્રમ લીધો છે. તેમના