________________
28.
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? નક્ષત્ર અને રાશિ ચંદ્રની હોય છે તે આધુનિક ખગોળ વિજ્ઞાન સિદ્ધ વાસ્તવિકતા છે. અહીં તે વાસ્તવિકતા ચંદ્ર અને સૂર્યના મંડળ સાથે જોડી સૂર્ય અને ચંદ્ર - બંનેને એક જ રાશિમાં દર્શાવ્યા છે.
આ હકીકત નિર્દેશ લગભગ ૧૨૦૦ વર્ષ પૂર્વેનો છે, જ્યારે આધુનિક ખગોળનો વિકાસ તો ચારસો પાંચસો વર્ષ પૂર્વે થયેલ છે.
તેથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આપણી આગમ પરંપરામાં જે આપણી ભૂગોળ-ખગોળ સંબંધી માન્યતા છે, તેનું શું? આ જ કારણથી કેટલાક વિદ્વાનો આગમોમાં વર્ણન કરેલ આ વિષયની ઉપેક્ષા કરવા લાગ્યા છે. આ રીતે વર્તમાન કાળે પ્રાય : કેટલાક ધર્મશ્રદ્ધાળ, સાધુઓ અને વિદ્વાનોને છોડીને દરેક વ્યક્તિ જૈન દર્શનની ભૂગોળ- ખગોળ અને આધુનિક ભૂગોળખગોળની વિસંગતિઓ અંગે પ્રશ્નો કરે છે.
શ્રદ્ધાના કારણે કેટલાક જૈન સાધુઓની પ્રેરણાથી આ માટે પાલીતાણા, હસ્તિનાપુર અને સમેતશિખરજી વગેરે તીર્થોમાં સંશોધન સંસ્થા સ્થાપી ત્યાં યોજનાબદ્ધ રીતે આધુનિક વિજ્ઞાનના સંશોધનોને ખોટા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
Pluto
Neptune
Uranus
Saturn
Mars
Jupiter
Earth
Venus Mercury