________________
'જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
27 एवं च सइ नराणं, उदयत्थमणाई होतऽनिययाइ । सइ देसभेए कस्सइ किं ची वदिस्सए नियमा ।।२।।
सइ चेव निद्दिट्ठो भद्दमुहूत्तो कमेण सव्वेसिं । केसिं चीदाणिं पि य विसयपमाणे रवी जेसिं ।।।। (बृहत् क्षेत्रसमास, पृ.५७, संदर्भ भगवतीसूत्र टीका)
સમયે સમયે સૂર્ય જેમ જેમ આકાશમાં આગળ વધે છે, તેમ તેમ પાછળ નિયમા રાત્રિ થતી જાય છે. આ સ્થિતિ હોવાથી જુદા જુદા ક્ષેત્રોના મનુષ્યો માટે સૂર્યના ઉદય અને અસ્તનો કાળ પણ જુદો જુદો હોય છે. ક્ષેત્રનો ભેદ હોવાથી અર્થાત્ ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોવાથી એક જ સમયે કયાંક દિવસ તો ક્યાંક રાત્રિ, ક્યાંક પ્રભાત તો ક્યાંક સંધ્યા કે મધ્યાહ્ન હોય છે.
सूरेण समं उदओ चंदस्स अमावसी दिणे होइ । तेसिं मंडलमिक्किक રાસિરિdવં તદવ (બૃહત્ ક્ષેત્રમાણ, પૃ.૬૭)
સૂર્યની સાથે ચંદ્રનો ઉદય અમાવાસ્યાના દિવસે થાય છે. તેમનું મંડલ એક જ હોય છે. તથા રાશિ અને નક્ષત્ર પણ એક જ હોય
ઉપર જણાવેલી બંને વાત આધુનિક ભૂગોળ, ખગોળ પ્રમાણે પણ સત્ય છે. આધુનિક ખગોળ અનુસાર સૂર્ય આકાશમાં જેમ જેમ ઊંચે ચડતો જાય અર્થાત્ પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ જેમ જેમ ફરતી જાય તેમ તેમ પૂર્વ તરફના વિસ્તારમાં રાત્રિ થતી જાય છે અને તેનાથી ઉલટું પશ્ચિમ તરફના વિસ્તારમાં દિવસ થતો જાય છે. આમ છતાં આપણે ત્યાં સૂર્યના ક્ષેત્રને જંબૂતી પના એક ચતુર્થોશ વિસ્તાર જેટલો બતાવી તે વિસ્તારની સાથે આ વાતને જોડવામાં આવી છે.
તે જ રીતે ભારતીય પંચાગ પ્રમાણે કોઈપણ ચાંદ્ર વર્ષના ચાંદ્ર માસની અમાસના દિવસે સૂર્યનું જે નક્ષત્ર અને રાશિ હોય તે જ