________________
30
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
આ ચિંતન-સંશોધનથી જૈન વિજ્ઞાનીઓને સંશોધનની નવી દિશા પ્રાપ્ત થશે.
પ. પૂ. સાસન સપાટ નપાણતિ આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના પપપ, પૂ. સિદ્ધાંત માનેક
આ. શ્રીવિજય ઉદયસૂરીશ્વરજી મ. સા.
જૈન પરંપરામાં લોકનું જે સ્વરૂપ દર્શાવ્યું છે, તેમાં જે જંબૂઢીપ અંગે આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીએ જંબુદ્વીપ લઘુસંગ્રહણી પ્રકરણ લખ્યું છે, જેની ફક્ત ૩૦ ગાથા છે. તેના ઉપર પરમ પૂજ્ય શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમ પૂજ્ય આચાર્ય શ્રીવિજય ઉદયસ્રી શ્વાર જી મહારાજે પોતે સંસ્કૃત ભાષામાં
વૃત્તિ અર્થાત્ વિવેચન લખ્યું છે.
વિ. સં. ૨૦૪૪માં મારા વડીલ ગુરૂબંધુ આચાર્ય શ્રીવિજય શીલચંદ્રસૂરિજી મહારાજે તેના સંપાદનનું કાર્ય મને સોપ્યું. ત્યારે તેમાં આવતા વિવિધ ક્ષેત્રો, પર્વતો, અન્તર્કીપ વગેરેના શક્ય તેટલા પ્રમાણયુક્ત ચિત્રો ચિત્રાંકિત કરેલ. આ રીતે સચિત્ર પુસ્તક પ્રકાશન કરવામાં આવેલ. તે સાથે વૈજ્ઞાનિક દૈષ્ટિએ તે પુસ્તકની પ્રસ્તાવના પણ મેં લખી. સાથે સાથે વિવિધ પરિશિષ્ટોમાં વર્ગમૂળ વગેરેની સૂક્ષ્મ રીત, વર્તુળના ક્ષેત્રફળ કાઢવાની રીતોમાં જૈન ગ્રંથોમાં દર્શાવેલ પાઈ()ની વિવિધ કિંમતોમાંની એક ભારતના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનમે Squaring the Circle કૂટપ્રશ્નની સાબિતી સ્વરૂપે કાઢી આપી અને તે દ્વારા જૈન ગ્રંથોમાં દર્શાવેલ પાઈ(T)ની કિંમત દશાંશ ચિહ્ન પછી ૬ અંકો સુધીની ચોક્કસ કિંમત બતાવી.