________________
'જૈન ભૂગોળ-ખગોળ. : એક સમસ્યા
23 ચિત્રો કે નકશા હતા જ નહિ. તેથી જો કોઈ એમ માનતું હોય કે લોકના તથા જંબુદ્વીપ કે અઢી દ્વીપના નકશા કે ચિત્રો શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ દર્શાવેલ છે તો તે તેમની માન્યતા નિતાંત ખોટી છે.
જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણનો કાળ વીર સં. ૧૦૫૫ થી ૧૧૧૫ (વિ.સં. ૫૮૫ થી ૬૪૫) આવે છે. તેઓ આગમપ્રધાન મહાપુરૂષ હતા. અને એટલું જ નહિ તેઓ તે કાળના યુગપ્રધાન મહાપુરૂષ હતા. તે થી તે ઓ એ તેમના જીવન દરમ્યાન વિશેષાવશ્યક ભાષ્ય અને એવા વિશિષ્ટ ગ્રંથોની રચના દ્વારા જૈન ધર્મની ઘણી જ શ્રુતસેવા કરી હતી. તેઓએ બુહતુ ક્ષેત્રસમાસ નામના જૈન ભૂગોળને લગતા એક ગ્રંથની રચના કરી છે. અર્થાત્ આ ગ્રંથ રચનાનો આધાર દેવર્ધિ ગણિએ સંકલન કરાવેલ આગમ જ હતા તેવું સિદ્ધ થઈ શકે છે. અને તે પછી જ જેન હસ્તપ્રતોમાં લોક, અઢીદ્વીપ, જંબૂદ્વીપ વગેરેના ચિત્રોની પરંપરા શરૂ થઈ હશે. ત્યાં સુધી જૈન સાહિત્યમાં ક્યાંય લોક વગેરેનાં ચિત્રોની પરંપરા હતી નહિ. આ ચિત્રો પણ તે સમયના મહાન આચાર્ય ભગવંતોએ પોતાની પ્રજ્ઞા પ્રમાણે પોતે અથવા તેમના માર્ગદર્શન અનુસાર ચિત્રકારે અંકિત કર્યા હશે.
આગમ ગ્રંથોમાં પણ લોકના તથા જંબુદ્વીપ કે અઢી દ્વીપના નકશા કદાચ દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ પછી ચારસો પાંચસો વર્ષે કોઈક મહામેધાવી આચાર્ય ભગવંતોએ પોતાની પ્રજ્ઞા અનુસાર સામાન્ય સ્વરૂપે ચિત્રાંકિત કરાવ્યા હશે અને તે પછી તેમાં ઉત્તરોત્તર સુશોભન સ્વરૂપે વિકાસ થતાં થતાં આજે પ્રાપ્ત સ્વરૂપમાં આવ્યા હોય. તેવું એક અનુમાન થઈ શકે. આ માન્યતા સત્ય હોવાની સંભાવના છે.