________________
22
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં સંઘ એકત્રિત કરી જે જે યાદ હતું તે તે ત્રુટિત - અત્રુટિત પાઠોને પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કરાવ્યું.”
| (જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પુ.રપ)
“આ અંગે સમયસુદર ગણિ પોતાના સામાચારી શતકમાં જણાવે છે કે --
जस्स श्री देवर्धिगणिक्षमाश्रमणेन श्रीवीराद् अशीत्यधिक नवशत (९८०) वर्षे जातेन द्वादशवर्षीय दुर्भिक्षवशात् बहुतर साधु-व्यापतौ बहुश्रुतविच्छितौ च जातायां - - - भविष्यद् भव्यलोकोपकाराय, श्रुतभक्तये च श्रीसंघाग्रहाद् मृतावशिष्ठ तदाकालीन सर्वसाधून् वलभ्यामाकार्य तन्मुखाद् विच्छिन्नावशिष्टान् न्यूनाधिकान् त्रुटिताऽत्रुटितान् आगमालापकान् अनुक्रमेण स्वमत्या संकलय्य पुस्तकारूढाः कृताः । ततो मूलतो गणधरभाषितानामपि तत्संकलनान्तरं सर्वेषामपि आगमानां कर्ता श्रीदेवर्धिगणि क्षमाश्रमण एव जातः।”
_ (जैन साहित्यनो संक्षिप्त इतिहास
. મોહનત્તત્તિ નીચંદ્ર સાફ, પૃ. ૨૭)
અહીં તો વલભી વાચનામાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે સર્વ આગમોનું સંકલન કરાવ્યા બાદ અને તેને લિપિબદ્ધ અર્થાત્ પુસ્તકારૂઢ કરાવ્યા બાદ જો કે આગમ પરમાત્માની વાણી હોવા છતાં સર્વ આગમના કર્તા તરીકે શ્રીદેવર્ધિ ગણિ ક્ષમાશ્રમણને બતાવ્યા છે. ત્યાં સુધી સર્વ આગમ કંઠસ્થ પરંપરામાં હતું.
ખરેખર, તેમનું આ કાર્ય ક્રાંતિકારી હતું. આ રીતે આગમોમાં લોકનું સ્વરૂપ માત્ર મૌખિક સ્વરૂપે જ હતું, તે હવે લેખિતમાં પ્રાપ્ત થયું. અને મૌખિક પરંપરા હોવાના કારણે તેમાં ક્યાંય