________________
જૈન ભૂગોળ-ખગોળ ઃ એક સમસ્યા
રીતે જે વિષયો હતા તેનો અતિ અલ્પ નિર્દેશ યત્રતંત્ર કરવામાં
આવ્યો છે.”
(જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ.૧૩)
“શ્રી મહાવીર ભગવાન પછી ત્રણ કેવલી (પૂર્ણજ્ઞાનવાન્) આચાર્યો નામે ઉપર્યુક્ત બ્રાહ્મણો ગૌતમ ઈન્દ્રભૂતિ અને સુધર્મા તથા તેમના શિષ્ય વૈશ્યશ્રેષ્ઠિપુત્ર જમ્બુસ્વામી થયા. અહીં સુધી એટલે વીરાત્ પ્રથમ શતક સુધી તો એ સર્વ સિદ્ધાંત તેમજ સંપૂર્ણ ત્યાગની કડકાઈ અબાધિત આબાદ રહ્યાં. તે સમયનાં બધા અભ્યાસીઓ તે સિદ્ધાંતને કંઠસ્થ રાખતા હતા. શ્રમણો ભિન્ન ભિન્ન દેશમાં વિચરતા હતા એટલે કાલાનુક્રમે ભિન્ન ભિન્ન દેશની ભાષાના સંસર્ગથી, દુષ્કાળ આદિના કારણે, સ્મૃતિભ્રંશને લીધે અને ઉચ્ચારભેદથી સિદ્ધાંતની ભાષા વગેરેમાં પરિવર્તન થયું. તેમજ તેમાંનું કેટલુંક વિચ્છિન્ન થયું એ સ્વાભાવિક છે. ”
(જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે.મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૧૯)
19
“વીરાત્ બીજી સદીમાં નંદરાજાના સમયમાં દેશમાં (મગધમાં) એક સમયે ઉપરાઉપરી બાર વર્ષનો મહાભીષણ દુષ્કાળ પડતાં સંઘનો નિર્વાહ મુશ્કેલ થતાં કંઠસ્થ રહેલું ધર્મસાહિત્ય લુપ્ત થવાનો ભય થતાં, સુકાળ આવ્યે મગધમાં પ્રાયઃ પાટલીપુત્ર(પટણા)માં સંઘ ભેગો થયો અને જે જે યાદ હતું તે બધું એકત્રિત કર્યું. (વીરાત્ ૧૬૦ આસપાસ) ”
આ અંગે શ્રી હરિભદ્રસૂરિના ઉપદેશપદ ઉપર મુનિચંદ્રસૂરિકૃત ટીકામાં જણાવ્યું છે કે –