________________
18
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? પરંપરામાં રહી. અર્થાત્ ત્યાં સુધી જૈન ભૂગોળ કે ખગોળ સંબંધી કોઈ ચિત્રાંકન કરવામાં આવ્યું નહોતું. ત્યાર બાદ દેવર્ધિ ગણિ ક્ષમાશ્રમણ મહારાજે વલભીપુર નગરમાં પાંચસો આચાર્યની સંગીતિ બોલાવી અને જેને જેને જે શ્રુતજ્ઞાન કંઠસ્થ હતું તે સર્વ લિપિબદ્ધ અર્થાત્ ગ્રંથસ્થ, પુસ્તકસ્વરૂપે લખાવ્યું. આ ૯૮૦ વર્ષ દરમ્યાન દુષ્કાળ, ધરતીકંપ વગેરે કુદરતી આપત્તિ અને સ્મૃતિહાસના કારણે પણ ઘણું શ્રુત ભૂલાઈ ગયું હતું. ત્યારપછી લહિયાઓ દ્વારા તેની પ્રતિલિપિ કરવામાં આવી, તેમાં પણ લહિયાઓની ભૂલના કારણે કેટલીક પંક્તિઓ લુપ્ત થઈ ગઈ. જો કે પશ્ચાત્વર્તી વિદ્વાન સાધુઓએ તેની પૂર્તિ કરવા પોતાની બુદ્ધિ પ્રમાણે સારો એવો પ્રયત્ન પણ કર્યો છે. આમ છતાં તે મૂળની સાથે મળતું આવે પણ ખરું અને ન પણ આવે. તે રીતે મૂળ લખાણથી ભિન્ન પ્રકારના લખાણની પરંપરા શરૂ થઈ. તો વિધર્મીઓ સાથેના શાસ્ત્રાર્થના કારણે તેઓ ઉપર વિજય મેળવવાના આશયથી પણ તેમાં ઘણો ઉમેરો કે પરિવર્તન થયું હોવાનું નકારી શકાય નહિ. ઉદાહરણ તરીકે શ્રી કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં જણાવ્યા પ્રમાણે સ્થવિર આર્ય રોહગુપ્ત થકી ઐરાશિક અર્થાત્ જીવ, અજીવ અને નોજીવ સ્વરૂપ ત્રણ રાશિમાં માનનાર શાખા ઉત્પન્ન થઈ. જે જૈનદર્શનના સિદ્ધાંતથી વિરૂદ્ધ હતું. જો કે તેના ગુરુ શ્રીગુપ્તાચાર્યે તેની સાથે વાદ કરીને પુનઃ દ્વિરાશિની સ્થાપના કરી. આ રીતે પરવાદિને જીતવા માટે થઈ જૈન સિદ્ધાંતથી વિરૂદ્ધ પ્રરૂપણા પણ થતી. તો કેટલુંક સાહિત્ય પશ્ચાત્વર્તી સાધુઓની સ્વતંત્ર રચના પણ હોઈ શકે. આ જ કારણે જૈન ભૂગોળ-ખગોળમાં મૂળ લખાણ વિકૃત થયું હોઈ શકે, તો તેનો સ્વીકાર કરવો જ જોઈએ.
“પ્રાચીન કાળમાં બારે અંગોમાં જે હતું તે સર્વ અખંડપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પરિણામે અત્યારે રહ્યું નથી, તેમજ પ્રાચીન અંગોમાં શું હતું તેનું જો કે વિસ્તૃત વિગતવાર વર્ણન અત્યારે સાંપડતું નથી. તો પણ તે પ્રાચીન અંગોમાં સામાન્ય