________________
17
જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા નદીઓ વગેરેના અનેક ચિત્રો આપવામાં આવ્યા છે. આમ છતાં એમાં બતાવ્યા પ્રમાણે વર્તમાન પૃથ્વી ઉપર કે પૃથ્વી બહાર અવકાશમાં ક્યાંય કશું પણ મળતું નથી.
જે ન આગમ સાહિત્યની કેટલીક મર્યાદાઓ, કેટલાંક ઐતિહાસિક તથ્યો, જે તે સમયની તત્કાલીન પરિસ્થિતિઓ, પરદેશી રાજાઓના આક્રમણો, અન્ય પરંપરાની સાથેના ઘર્ષણો વગેરે અનેક પરિબળોએ તેના ઉપર અસર કરી છે, તે વાત ભૂલવી ન જોઈએ. સૌપ્રથમ તો શ્રમણ ભગવાન મહાવીરસ્વામી એ અર્થ થી દેશના આપી અને ગણધર ભગવંતોએ સૂત્રબદ્ધ કરી. તેમાં પણ દરેક ગણધર ભગવંતની દ્વાદશાંગી શબ્દથી ભિન્ન ભિન્ન હોય છે. વર્તમાનમાં ઉપલબ્ધ દ્વાદશાંગી પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામીની રચના છે, તેમ સૌકોઈ માને છે. તે જ દ્વાદશાંગી ૯૮૦ વર્ષ સુધી કંઠસ્થ