________________
16.
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જ્યારે પરદેશી વિદ્વાન આ પ્રકારનો અભિપ્રાય આપતા હોય ત્યારે તેમાં કાંઈક તથ્ય હોવાની સંભાવના નકારી શકાય નહિ. ડૉ. જીવરાજ જૈને જૈન ભૂગોળ-ખગોળ સ્વરૂપ સંપૂર્ણ લોકમાં રહેલ સર્વ પદાર્થો અને જીવોને એક કલાત્મક રીતે સુશોભિત ચિત્રના સ્વરૂપમાં લોકના નકશાને પ્રસ્તુત કર્યો છે.
જૈન પરંપરામાં ભૂગોળ-ખગોળ સંબંધી જેટલું સાહિત્ય રચાયું છે તેટલું વિશ્વની કોઈ પણ પરં પરામાં રચાયું નથી. જીવાજીવાભિગમ, પ્રજ્ઞાપના, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા વગેરે આગમો જેન ભૂગોળખગોળ ના જ્ઞાન થી સમૃદ્ધ છે. વાચક ઉમાસ્વાતિ રચિત તત્ત્વાર્થ સૂત્રની વિભિન્ન ટીકાઓમાં લોક અર્થાત્ બ્રહ્માંડના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. ક્ષેત્રસમાસ (રત્નશેખરસૂરિ શ્રી ચંદ્રસૂરિ, જિનભદ્રગણિ આદિ દ્વારા રચિત), બૃહ ક્ષેત્રસમાસ, સંગ્રહણી (અભયદેવસૂરિ, ચંદ્રસૂરિ રચિત), જંબુદ્વીપસંગ્રહણી (૧રમી સદીના શ્રીહરિભદ્રસૂરિ રચિત), જેનો સૌથી વધુ પ્રમાણમાં જૈન ભૂગોળ-ખગોળમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગ થાય છે. પ્રાવ ચાન સારો દ્વાર (ને મિચંદ્રચૂ રિફત) તથા ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી રચિત લોકપ્રકાશ જેમાં ક્ષેત્ર લોકપ્રકાશ અને કાળ લોકપ્રકાશ મુખ્ય છે.
આ જ રીતે દિગમ્બર પરંપરામાં અતિવૃષભકૃત તિલોચપન્નત્તિ, નેમિચંદ્રસિદ્ધાંત ચક્રવર્તીકૃત ત્રિલોકસાર, વગેરે ગ્રંથોમાં પણ લોકના સ્વરૂપ અંગે વિસ્તૃત ચર્ચા કરેલ છે. જેસલમર, પાટણ, ખંભાત, અમદાવાદ વગેરે અનેક શહેરોના તથા કોબાસ્થિત શ્રી મહાવીર આરાધના કેન્દ્ર, અમદાવાદસ્થિત લાલાભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર વગેરે અનેક જ્ઞાનભંડારો માં સંગ્રહાયેલ સંખ્યાબંધ હસ્તપ્રતો માં ચૌદ રાજલોક, ઉદ્ભૂલોક, અધોલોક, તિøલોક, જંબુદ્વીપ, અઢીદ્વીપ, ભરતક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર, ત્રસનાડી, પર્વતો,