________________
20
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? “जाओ अ तम्मि समए दुक्कालो दोय दसय वरिसाणि । सव्वो साहुसमूहो गओ तओ जलहितीरेसु ।। तदुवरमे सो पुणरवि पाडलिपुत्ते समागओ विहिया । संघेणं सुयविसया चिंता किं कस्स अस्थित्ति ।। जं जस्स आसि पासे उद्देसज्झयणाइ संघडिउं । तं सव्व एक्कारस अंगाई तहेव ठवियाई ।।”
(જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ-૨૩)
“આ ઉપરથી જાણી શકાય કે શ્રીવીરના બીજા સૈકાથી જ શ્રુતની છિન્નભિન્નતાની શરૂઆત થઈ હતી. તે પછી પણ વિશેષ છિન્નભિન્નતા થવાના પ્રસંગો ઉત્તરોત્તર આવતા ગયા. વીરાત્ ર૯૧ વર્ષ રાજા સંમતિના રાજ્યમાં આર્ય સુહસ્તિસૂરિના સમયમાં બારવર્ષે દુકાળ પડ્યો. આવા મહાકરાળ દુકાળને અંગે સ્મૃતિભ્રંશ-ખલના થાય, પાઠક-વાચકો મૃત્યુ પામે વગેરે કારણથી શ્રુતમાં અનવસ્થા થાય તે સ્વાભાવિક છે. ”
(જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૨૪)
વીરાત ૮૨૭થી ૮૪૦ વચ્ચે આર્ય સ્કંદિલના સમયમાં વળી બીજો ભીષણ દુકાળ બાર વર્ષનો આ દેશે પાર કર્યો. તેનું વર્ણન નંદીસૂત્ર ચૂર્ણિમાં આપ્યું છે. જ્યારે ફરીવાર સુકાળ થયો ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુ સમુદાય ભેગો કરી જેને જે સાંભર્યું તે બધું કાલિક શ્રુત સંઘટિત (સંકલિત) કર્યું. આ દુષ્કાળે તો માંડમાંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધારને માધુરી વાચના – સ્કંદિલી વાચના કહેવામાં આવે છે. ”
(જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ.૨૪)