________________
11
ભૂમિકા નથી. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી હતા ત્યારે જે પૃથ્વી હતી તે જ પૃથ્વી અત્યારે પણ છે. ર૫૦૦ વર્ષમાં એવો કોઈ ભયંકર ધરતીકંપ કે ઉલ્કાપાત થયો નથી કે જેના કારણે ભગવાન મહાવીરસ્વામીના વખતની પૃથ્વીનો પ્રલય થયો હોય અને નવી પૃથ્વીની ઉત્પત્તિ થઈ હોય. પ્રાચીન કાળના અર્થાત્ ર૦૦૦ વર્ષ જૂના પૃથ્વીના નકશા પણ ઉપલબ્ધ છે, જેમાં પૃથ્વી ઉપરના વિભિન્ન શહેરોના અંતર વગેરે અત્યારના નકશામાં જે રીતના બતાવ્યા છે તે જ રીતે બતાવ્યા છે. તે થી ભગવાન શ્રી મહાવીરસ્વામીએ જે કાંઈ બતાવ્યું છે તેની તે વખતની જે નિરૂપણ શૈલી છે તેને સમજવી આવશ્યક જણાય છે.
MIDNIGHT AT ROMAKDESH
MIDDAY AT YAMAKOTIPUR
EQUATOR LINE
SUNSET AT SIDDHAPURA
SUNRISEAT LANKAPURA
ડૉ. જીવરાજ જેને એ પદ્ધતિ સમજવા માટે ભરપૂર પ્રયત્ન કર્યો છે અને મારી દૃષ્ટિએ તે કાંઈક અંશે સફળ પણ થયા છે. તે કારણથી તેઓના સંશોધનને જૈન સમાજ સમક્ષ રજૂ કરવાનું સાહસ કરું છું. તે જો નવી પેઢીને જૈન દર્શન ઉપર શ્રદ્ધા ઉત્પન્ન કરશે અથવા શ્રદ્ધાને દેઢ કરશે તો અમારો આ પ્રયત્ન સફળ થશે.