________________
10
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? સૂક્ષ્મ સિદ્ધાંતોનું શું? કાળના વિભાગ, ચોવીશ તીર્થકરોના જીવન, શ્રી સીમંધરસ્વામી વગેરે વિહરમાન તીર્થંકર પરમાત્માના અસ્તિત્વનું શું? આ બધા કારણોસર પણ જૈન ભૂગોળ-ખગોળ અંગે કોઈ સંશોધન કે સમાધાન જરૂરી હતું અને છે.
હવે જ્યારે વર્તમાનમાં વિજ્ઞાને અકલ્પનીય પ્રગતિ કરી છે અને વિવિધ પ્રકારનાં સાધનો ઉપલબ્ધ કરાવી, વર્તમાન પૃથ્વીના આકાર અને સ્વરૂપનો નિશ્ચય કરી આપ્યો છે તથા તેની દૈનિક ગતિ દ્વારા થતા રાત-દિવસ અને વાર્ષિક ગતિ દ્વારા થતી હતુઓની સમજ આપી છે એટલું જ નહિ પણ તે વાત પ્રાયોગિક રીતે કૃત્રિમ ઉપગ્રહ અને અવકાશયાન જેવા સાધનો દ્વારા પ્રત્યક્ષ બતાવી શકે છે ત્યારે તેનો નિષેધ પણ થઈ શકે તેમ નથી. તે કારણથી જ વર્તમાન યુવાપેઢી સમક્ષ જૈન ભૂગોળ-ખગોળ સંબંધી કોઈ નક્કર વિજ્ઞાનસંમત, તર્કસંમત અને આગમસંમત સમાધાન આપવું જરૂરી છે, અન્યથા બુદ્ધિમાન સાધુ તથા વિદ્વાનોની માફક તે પણ જૈન ભૂગોળખગોળને કાલ્પનિક અથવા તો ખોટી કહેતાં અચકાશે નહિ. આ જ કારણે તે શ્રદ્ધાથી વિચલિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપણી સૌની રહેશે.
અમારી સાથે સંપર્કમાં આવેલ અમદાવાદની ઈસરો, પી. આર. એલ., તથા મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યુટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ જેવી વિજ્ઞાન સંસ્થામાં કાર્યરત વિજ્ઞાનીઓ જેઓને જૈન દર્શનમાં રસ છે, એટલું જ નહિ પણ જૈન દર્શનના વિશિષ્ટ સિદ્ધાંતો અંગે વેજ્ઞાનિક ધોરણે છાનબીન કરી છે, તેઓ પણ જૈન ભૂગોળ-ખગોળની વાત આવે ત્યારે જવાબ આપી શકતા નથી. તેઓ પણ જૈન ભૂગોળ-ખગોળ અને આધુનિક ભૂગોળખગોળ વચ્ચેના વિરોધાભાસને જણાવતા ક્યાંક કોઈ ગરબડ હોવાનું કહે છે. અલબત્ત, મારી દૃષ્ટિએ ક્યાંય કોઈ ગરબડ નથી. માત્ર આપણી પાસે જૈન ભૂગોળ-ખગોળ અંગે સાચી સમજ