SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા આજની ભૂગોળ-ખગોળને જ સાચી માનવામાં આવે અને જૈન ભૂગોળ-ખગોળને ખોટી માનવામાં આવે તો જૈન દર્શનની ઘણી માન્યતાઓ અને સિદ્ધાંતો અંગે પુનર્વિચારણા કરવી પડે અથવા તેને કપોલકલ્પિત માનવી પડે. જે કોઈ કાળે શક્ય નથી. એક બીજી મહત્ત્વની વાત એ કે જૈન ભૂગોળ-ખગોળ અને વિશ્વસંરચના અર્થાત ચૌદ રાજલોક એટલે કે બ્રહ્માંડ સિવાય આપણી ઘણી બાબતો વૈજ્ઞાનિક છે. તેવું આજના કાળમાં સિદ્ધ થાય છે. તેમાં પણ આપણું જૈન ભૌતિકશાસ્ત્ર તો આધુનિક ભૌતિકશાસ્ત્ર કરતાં પણ ઘણું આગળ છે, ચડિયાતું છે, એ વાતનો ઈન્કાર થઈ શકે તેમ નથી. આ અંગે આપણા પ્રસિદ્ધ ખ-ભૌતિકશાસ્ત્રી, ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિકસ, (પૂના)ના ભૂતપૂર્વ નિયામક, હોમી ભાભા પ્રોફેસર, અને વિજ્ઞાની ડૉ. જયંત નારલીકરે મારા અંગ્રેજી પુસ્તક “Scientific Secrets of Jainism”ની પ્રસ્તાવનામાં લખ્યું છે કે “There is one school of thoughts in India which argues that whatever westrern science is discovering today was already known to the eastern thinkers long ago. The attitude in this book is not of this kind. Instead the author has argued that Jain thinking has been more mature, more comprehensive and more satisfying than what science has to offer.” વર્તમાન પૃથ્વીને વૈજ્ઞાનિકો કહે છે તે જ સ્વરૂપમાં સ્વીકારવામાં આવે અને દડા જેવી કે નારંગી જેવી ગોળ માનવામાં આવે તો દેવલોક ક્યાં? નરક ક્યાં ? જો દેવલોક અને નરક ન હોય તો પૂર્વભવ કે પુનર્જન્મ અંગે પણ શંકા થાય. જો પૂર્વજન્મ કે પુનર્જન્મ ન હોય તો આત્માના અસ્તિત્વ અંગે પ્રશ્ન ઉપસ્થિત થાય. તો પાપ અને પુણ્ય પણ ન હોય અને તો કર્મ અને સર્વ
SR No.034299
Book TitleIs Jain Geography Astronomy True
Original Sutra AuthorN/A
AuthorNandighoshsuri, Jivraj Jain
PublisherResearch Institute of Scientific Secrets from Indian Oriental Scripture
Publication Year2019
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy