________________
8
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? હતા, તે રીતે તે કાળના કેટલાક છદ્મસ્થ છતાં વિદ્વાન સાધુઓએ આ પ્રકારે લોકની કલ્પના કરેલ હશે. અલબત્ત, આ માત્ર અનુમાન જ છે. વળી આગમની રચના પદ્ધતિ અંગે વાત કરતાં કેટલાક વિદ્વાન સંશોધક જૈન સાધુઓ એમ કહે છે કે પ્રાચીન કાળના મહાપુરૂષોની ગ્રંથ રચનાની પદ્ધતિ એવી હતી કે તેઓ ક્યાંય પોતાના નામનો નિર્દેશ સુદ્ધાં કરતા નહોતા અને તે જ પદ્ધતિ પ્રમાણે તેઓએ સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોની રચનામાં આગમની પદ્ધતિ પ્રમાણે ખુદ સુધર્માસ્વામી પોતે જ પોતાના શિષ્ય જંબૂસ્વામીને ઉદ્દેશી કહેતા હોય તે રીતે અર્થાત્ “સુયં મે આઉસં તેણે ભગવયા એવમખ્યાયં” કહીને રજૂ કરેલ છે. આ રીતે રજૂઆત કરવામાં તેઓનો બીજો કોઈ ઈરાદો નહોતો, માત્ર પોતાના નામ પ્રત્યેની નિર્મોહિતા જ હતી. તે રીતે મૂલ આગમોમાં પણ કેટલોક વધારો કરવામાં આવેલ છે અથવા તે સર્વ આગમો દેવર્ધિ ગણિ ક્ષમાશ્રમણે કરાવેલ સંકલન સ્વરૂપ છે. પશ્ચાત્વર્તી જૈન આચાર્યો તથા વિદ્વાન સાધુઓએ આ પ્રકારના સર્વ ગ્રંથોમાં લોકનું સ્વરૂપ દર્શાવતા તથા તિર્આલોકમાં જંબૂદ્દીપ અને અઢીદ્વીપનાં ચિત્રો કરાવવાની શરૂઆત કરી અને તે તેઓની મહામેધાવી પ્રજ્ઞાની પ્રતીતિ કરાવે છે. આ રીતે વર્તમાનમાં પ્રચલિત જૈન ભૂગોળ-ખગોળનું સ્વરૂપ નિશ્ચિત થયું હોવાનું એક અનુમાન છે. તો કેટલાક વિદ્વાન સાધુઓનું માનવું છે કે આ ગ્રંથોનું આલેખન કરનાર વિદ્વાન સાધુઓ તે સમયના મહાન વિજ્ઞાની જ હતા. જે રીતે અત્યારના વિજ્ઞાનીઓ બ્રહ્માંડની ઉત્પત્તિ અને સ્વરૂપની બાબતમાં વિવિધ પ્રકારની થિયરી અર્થાત્ કાલ્પનિક વિભાવના રજૂ કરે છે, તે રીતે તેઓએ તેમની મહામેધાવી પ્રજ્ઞા અનુસાર આ નિરૂપણ કરેલું છે.
આમ છતાં મને પોતાને જૈન ભૂગોળ-ખગોળ માટે અનન્ય આકર્ષણ હતું અને તેના આધારે આખું જૈન દર્શન હતું. જો