________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
o
આ લેખના સંદર્ભમાં પી. આર. એલ., ઇસરોના અગ્રણી વિજ્ઞાની પ્રો. નરેન્દ્ર ભંડારી મળવા આવ્યા. ત્યારથી જૈન સમાજમાં મારી વિજ્ઞાનના અભ્યાસુ તરીકે પ્રસિદ્ધિ થઈ અને લોકો મારા તરફથી વિશેષ અભ્યાસ અને સંશોધન થાય તેવી અપેક્ષા રાખવા લાગ્યા. અને તે પ્રમાણે મેં જૈનદર્શન અને આધુનિક વિજ્ઞાન અંગે તુલનાત્મક, સમીક્ષાત્મક તથા સંશોધનાત્મક અભ્યાસ ચાલુ રાખ્યો. અને શ્રી પ્રવિણભાઈ કે. શાહ (અમેરિકા) તથા પ્રો. કે. વી. મર્ડિયા (યુ. કે.)ના સૂચન પ્રમાણે “જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો” પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત કર્યું. આ પુસ્તકના માધ્યમે જ અમદાવાદ પ્રસિદ્ધ ન્યુરોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. સુધીરભાઈ શાહનો સંપર્ક થયો. તેઓને પણ મારું આ કાર્ય પસંદ પડ્યું.