________________
ભૂમિકા
ખોટી છે, તેવી તેમની ધારદાર રજૂઆત હતી. ત્યારથી જૈન ભૂગોળ-ખગોળ મારા રસનો વિષય રહ્યો છે. અલબત્ત, કેટલાક કારણોસર છેલ્લા થોડાં વર્ષોથી તે અંગે સંશોધન કરવાની ઈચ્છા રહી નહોતી, પરંતુ ડૉ. જીવરાજ જૈનની વાત અને સંશોધન જાણ્યા પછી તેમાં પુન: રસ ઉત્પન્ન થયો છે.
વિ. સં. ૨૦૩૦માં મારી દીક્ષા થઈ પછી જૈન દર્શનનો વિસ્તારપૂર્વક અધ્યયન કરવાની અનુકૂળતા મળી. શરૂઆતમાં આવશ્યક સૂત્રો, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ વગેરેનો અભ્યાસ પૂજ્ય ગુરૂદેવ તથા વડીલ ગુરૂબંધુ પૂજ્ય આચાર્ય શ્રીભદ્રસેનસૂરિજી મહારાજ પાસે કર્યા પછી સંસ્કૃત વ્યાકરણ, અમરકોષ વગેરેનો અભ્યાસ વડીલ ગુરુબંધુ પૂજ્ય આચાર્ય શ્રી શીલ ચંદ્રસૂરિજી મહારાજ પાસે કર્યો. તે પછી પ્રાચીન હસ્તપ્રતોની લિપિનો અભ્યાસ અને તે દ્વારા પ્રાચીન ગ્રંથોના સંપાદન કઈ રીતે થાય તે પદ્ધતિ પણ શીખવા મળી અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલ ચંદ્રસૂરિજી મહારાજ દ્વારા સંશોધિત ગ્રંથોના સંપાદનમાં પાઠાંતરો મેળવવાનો અનુભવ મળ્યો. જો કે તે મારા રસનો વિષય નહોતો પરંતુ કોઈ પણ પ્રકારનું જ્ઞાન ક્યારેય નિષ્ફળ જતું નથી. તે ગમે ત્યારે ઉપયોગી બને જ છે.