________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
વિનિતપ્રજ્ઞાશ્રીજીની પ્રેરણાથી પ્રવજ્યા અંગીકાર કરી. ત્યારે જે નદર્શનના વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં જૈન સમાજ સમક્ષ રજૂ કરવાની મહેચ્છા હતી, એ મારા જીવનનું ધ્યેય હતું.
દીક્ષા પૂર્વે વિ. સં. ૨૦૨૧માં પરમ પૂજ્ય ગુરુદેવ પંન્યાસ શ્રી સૂર્યોદયવિજયજી મહારાજ અમારા ગામ વેજલપુરમાં પધાર્યા ત્યારે તેમની પાસે જતાં આવતા મને પણ દીક્ષા લેવાની ભાવના થઈ અને વિહારમાં તેમની સાથે બે ત્રણ વખત વેજલપુરથી ગોધરા ગયેલ. ત્યાર બાદ પરમ પૂજ્ય પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ પણ પધારેલ. અને તેઓની સાથે પણ સારો એવો સત્સંગ થયેલ. તે દરમ્યાન તેઓએ જંબુદ્વીપના વિશાળ પટ દ્વારા જૈન ભૂગોળ અંગેની સમજ આપેલ. વળી આ જ ભૂગોળ સાચી છે અને વર્તમાન ભૂગોળ