________________
ભૂમિકા બહુ જ નાની ઉંમરથી ગણિત અને વિજ્ઞાન મારા રસના વિષયો હતા અને તેમાં સૌથી વધુ ગુણ આવતા હતા. વળી અમારા પરિવારમાં પણ ગણિત અને વિજ્ઞાન અંગે પ્રોત્સાહક વાતાવરણ હતું. વડીલ મોટાભાઈ શ્રી ભૂપે શચંદ્ર પણ હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને તેઓ પણ સ્કુલમાં ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ જેવા વિષયો શીખવતા હતા. પરિણામે બચપણથી જ તેમાં સંશોધન કરવાની એક પ્રકારની મહેચ્છા હતી.
તે સાથે પરિવારમાં ધાર્મિક વાતાવરણ પણ સુંદર અને પ્રેરક હતું. અમારા માતા વિમળાબહેને પણ પાંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, જીવવિ ચાર-નવતત્ત્વ-દંડક-લઘુ સં ગ્રહણી એ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પાંચ કર્મગ્રંથ વગેરેનો અભ્યાસ કરેલ, વળી તેઓ નિત્ય નવાં નવાં સ્તવન, સક્ઝાય વગેરે પણ કરતાં રહેતાં તેથી ધાર્મિક અભ્યાસ પણ કરવાની પ્રેરણા તેઓ તરફથી મળતી રહેતી. તો નાની બહેન વિદુલાને પણ દીક્ષા લેવાની ભાવના હતી. તે બે બહેનોમાં નાની હતી પણ મારા કરતાં મોટી હતી. તે કારણ થી તેની દીક્ષા વહેલી થઈ અને સાધ્વી શ્રીવિનીતપ્રજ્ઞાશ્રીજી તરીકે સંયમજીવનનું પાલન કરતા તેઓએ મને દીક્ષા માટેની પ્રેરણા આપી. જો કે દીક્ષાની પ્રેરણા તો તે ગૃહસ્થ અવસ્થામાં હતી ત્યારથી આપતી હતી અને અમારી બંનેની દીક્ષા સાથે જ થાય તે માટે તેણીએ ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ ભવિતવ્યતા કાંઈક અલગ જ હશે, તેથી સાથે દીક્ષા ન થઈ. મેટ્રિક પાસ થયા પછી વલ્લભવિદ્યાનગરમાં વી. પી. સાયન્સ કોલેજમાં એક વર્ષ અભ્યાસ કર્યા બાદ નવનિર્માણના તોફાનના કારણે વડીલ બહેન સાધ્વીજી મહારાજ શ્રી