________________
[49]
થોડું મારું પણ
પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજે મારા જૈન દર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો” પુસ્તક અંગે અભિપ્રાય આપતાં લખ્યું છે કે વિજ્ઞાન પણ આજનું એક દર્શન છે, ષડું દર્શન કરતાંય તેનો વ્યાપ ક્યાંય વિશેષ છે. આજના શ્રમણો તેની ઉપેક્ષા કરી શકે નહિ. આજના શ્રમણોએ જો નવી પેઢીને ધર્મમાર્ગે વાળવી હશે તો તેમણે વિજ્ઞાનનો અભ્યાસ કર્યા વગર ચાલશે
નહિ. આજની નવી પેઢી વિજ્ઞાનની સિદ્ધિઓ અને વાતોથી એટલી અંજાઈ ગઈ છે કે જેના દર્શન કે પ્રભુની વાણી ઉપર તેને જરા પણ શ્રદ્ધા રહી નથી. આપણી શ્રદ્ધાના પાયા જ હચમચી ગયા છે. તેથી જૈન પરંપરા પ્રમાણેના બ્રહ્માંડના સ્વરૂપ અંગે તેને કોઈ શ્રદ્ધા જ નથી.
જૈન પરંપરાના આગમો તથા અન્ય સાહિત્યમાં બ્રહ્માંડ અંગેનું ઘણું સાહિત્ય પ્રાપ્ત થાય છે. જૈન દાર્શનિકોએ તેના ઉપર ઘણો જ વિચાર કરેલ છે, આમ છતાં એ સાહિત્યને વર્તમાન બ્રહ્માંડ અંગેના વિજ્ઞાનીઓના ખ્યાલ અને પ્રાયોગિક માહિતી સાથે જરા પણ મેળ મળતો નથી એ હકીકત છે અને તે કારણે વર્તમાનમાં આપણા વિદ્વાન સાધુઓ અને પંડિતોને નવી પેઢી સમક્ષ લાચાર પરિસ્થિતિમાં મૂકાવું પડે છે. આ સ્થિતિ આપણા સૌ માટે અસહ્ય છે. તે કારણથી ઘણા જૈન વિદ્વાનો અને આચાર્ય ભગવંતોએ તથા વિદ્વાન મુનિરાજોએ તેના સમાધાન માટે પ્રયત્ન કરેલ છે. પરંતુ તે જોઈએ તેવા સફળ થયા નથી.
| કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માએ તેમના ઉપદેશમાં જે વાત કહી છે તે તદ્દન સત્ય જ છે અને સત્ય જ હોય પરંતુ પરમાત્માએ તે કઈ અપેક્ષાએ કહ્યું છે તે આપણને ખબર નહિ