________________
[50]
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? હોવાથી અસત્ય લાગે છે. વળી પરમાત્માની વાણીમાં ક્યારેય મતમતાંતર આવે નહિ. તેમનો મત એક જ હોય. આમ છતાં
જ્યારે બે ભિન્ન ભિન્ન આગમમાં એક વિષય સંબંધી બે ભિન્ન ભિન્ન વાત જોવા કે વાંચવા મળે તો ત્યાં કઈ અપેક્ષાએ એ વાત છે, તે સમજવું જરૂરી છે. પરમાત્મા કેવળજ્ઞાન દ્વારા બધું જ જાણે છે પરંતુ જ્યારે વાણી દ્વારા અભિવ્યક્ત કરવું હોય ત્યારે તે સંપૂર્ણ સત્ય કહી શકતા નથી કારણ કે શબ્દોની પણ એક મર્યાદા હોય છે. વળી તે એક કે કદાચ બે ત્રણ દૃષ્ટિકોણથી વાત સમજાવી શકે પરંતુ બધા જ દૃષ્ટિકોણથી કહી શકે નહિ માટે પરમાત્માની વાણી આંશિક સત્ય તથા સાપેક્ષ સત્ય હોય છે તે વાત ભૂલવી ન જોઈએ. તેથી પરમાત્માએ દર્શાવેલ બ્રહ્માંડ સંબંધી વર્ણનને તે સ્વરૂપમાં સમજવું જરૂરી છે. | આ સંજોગોમાં પ્રૌઢ વિજ્ઞાની અને જૈન દર્શન ઉપર અપાર શ્રદ્ધા ધરાવનાર ડૉ. જીવરાજ જેન કે જેઓ જમશેદપુર (ટાટાનગર) રહે છે, તેમણે આ માટે એક વિશેષ પ્રયત્ન કર્યો છે. જે આજના સંદર્ભમાં કદાચ બહુમૂલ્ય અને ક્રાંતિકારી છે. તે માટે તેઓએ સઘન ચિન્તન કર્યું છે અને તે સાથે જૈન પરંપરાના ચારેય ફિરકાના અગ્રણી વિદ્વાન સાધુ ભગવંતો સાથે ચર્ચા વિચારણા પણ કરી છે. આ ચર્ચા વિચારણામાં ઘણાને તેઓનું ચિન્તન ગમ્યું છે. જો કે તેમના ચિત્તનને સમજવા માટે પણ થોડી વૈજ્ઞાનિક ભૂમિકા હોવી જરૂરી છે અને તે સાથે પૂર્વગ્રહમુક્ત મન-માનસ હોવું જરૂરી છે. આમ પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં કે સંશોધનના ક્ષેત્રમાં કાર્ય કરનારે તટસ્થતા જાળવવી આવશ્યક છે અને જેઓ આ પ્રકારના કદાગ્રહમુક્ત હોય તે જ કાંઈક નવીન સંશોધન પ્રદાન કરી શકે છે. બાકી તો અન્ય સૌ ગાડરિયાપ્રવાહની માફક એક જ ઘરેડમાં જીવન પસાર કરી તેમાં જ મનુષ્ય જન્મની સફળતાની ઇતિશ્રી માને છે.
| ડૉ. જીવરાજ જેન બુઝર્ગ હોવા છતાં ૮૦ વર્ષની જૈફ વયે પણ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે પણ પ્રવૃત્તિશીલ છે અને જમશેદપુરથી ચેન્નઈ, મુંબઈ, અમદાવાદ, જયપુર, દિલ્હી વગેરે શહેરોમાં ચાતુર્માસસ્થિત વિવિધ વિદ્વાન જૈનાચાર્યો અને વિજ્ઞાનીઓ તથા અન્ય અતીન્દ્રિયજ્ઞાન તથા