________________
[48]
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે છે. અને જેને માન્યતા સમક્ષ પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. તેની સામે આચાર્ય શ્રી જણાવે છે કે બ્રહ્માંડના કદ અંગે વર્તમાન વિજ્ઞાનીઓ પણ ચોક્કસ નિર્ણય પર આવી શકતા નથી. તે જ રીતે બ્રહ્માંડની ઉત્પત્તિ અને નાશ અંગે પણ માત્ર કલ્પનાઓ કરે છે. વળી આ બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે કે સંકોચાઈ રહ્યું છે કે સ્થિર અવસ્થામાં જ છે, તે અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરતું નથી. આ રીતે બ્રહ્માંડના સ્વરૂપ અંગે આપણે સૌ અંધારામાં જ હવાતીયા મારી રહ્યા છીએ. પૂ. આચાર્યશ્રીનું આ વિધાન ઘણું જ મહત્ત્વનું છે અને વિચારણીય છે. - આ ઉપરાંત વર્તમાન સમયે યુવા પેઢી અનેક પ્રશ્નો પૂછે. છે, તે તમામના ઉત્તરો અહીં આપવામાં આવ્યા છે. આ પુસ્તક દ્વારા આચાર્યશ્રીએ ભૂગોળ ખગોળ અંગેની એક નવી દિશા ખોલી છે અને ભૂગોળ ખગોળના અભ્યાસુ માટે ઘણી મહત્ત્વપૂર્ણ સામગ્રી પ્રસ્તુત કરી છે. આ પુસ્તક ભવિષ્યમાં જૈન ભૂગોળને સમજવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે તેવું સ્પષ્ટ જણાય છે.
ડૉ. જિતેન્દ્ર બી. શાહ નિયામક, એકેડેમી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નવરંગપુરા, અમદાવાદ -૩૮૦૦૦૯