________________
156
પરિશિષ્ટ-૩ લગભગ ૫૦૦ વર્ષ બાદ લોકોના મગજમાંથી જ લુપ્ત થઈ ગયેલ. આ જ કારણે સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટમાં ભોગોલિક પદાર્થોને દર્શાવવાથી જૈન લોકના સ્વરૂપને આધુનિક વિજ્ઞાનના પદાર્થોની સાથે ઘણી વિસંગતિઓ પેદા થઈ. ૨. પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ એમ માને છે કે વર્તમાનમાં ઉપલબ્ધ લોકનું સ્વરૂપ એ માત્ર એક પ્રકારનું લોકનું સુશોભિત કરેલ ચિત્ર છે અને તેના દ્વારા લોકમાં રહેલ વિવિધ પદાર્થોને પશ્ચાતર્તી આચાર્યોએ દર્શાવ્યા છે. અને આ જ પ્રકારની શક્યતા વાસ્તવિક રૂપે છે, તે નીચે જણાવેલ પદ્ધતિ દ્વારા જાણી શકાય.
એ હકીકત છે કે લોકના સ્વરૂપની સમજ ગુરુ પાસેથી શિષ્યને મૌખિક પરંપરા દ્વારા જ પ્રાપ્ત થતી હતી અને તેના અસલ શાબ્દિક સ્વરૂપમાં હતી. આ પરંપરામાં જે તે સમયની હકીકતો જે તે સ્વરૂપમાં મૌખિક રીતે જ લગભગ ચારથી પાંચ પેઢી સુધી સચવાયા હશે. તેનું કારણ એ છે કે વિશાળ ભૌગોલિક વિસ્તાર અને તે કાળમાં જ્ઞાનના પ્રસારના સાધન સાવ નિમ્ન કક્ષાના અને તેને રજૂ કરવાની કળા સાવ પ્રાથમિક કક્ષાની હતી. તે કાળમાં લોકના કોઈ ચિત્રો કરવામાં આવ્યા નહોતા.
આ ચિત્રો બનાવવાની પરંપરા જે તે આચાર્યોની વિદ્વત્તા અને કલ્પનાને આભારી છે. તે સાથે સ્થાનિક કળાકારો, ચિત્રકારો અને તેમની બુદ્ધિપ્રતિભા દ્વારા આ કલાત્મક ચિત્રો તૈયાર થયાં હશે. આ પણ માત્ર એક અનુમાન જ છે. ત્યાર પછીના ગુરુ ભગવંતોએ એ ચિત્રોની પરંપરાને માન્ય કરી હશે. વર્તમાનમાં પ્રાપ્ત લોકના બધા જ નકશા આ પ્રકારના સુશોભનોથી યુક્ત છે.