________________
પરિશિષ્ટ-૩
157 ૩. શ્રીમદ્ રાજચંદ્રજીએ લોકના આ સ્વરૂપ અંગે કહ્યું છે : - કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માએ લોકનું જે નિરૂપણ કર્યું છે તે આલંકારિક ભાષામાં છે અને યોગના અભ્યાસ સિવાય તેનો પાર પામી શકાય તેમ નથી. તેનો અર્થ એમ કરાય કે અત્યારે પ્રાપ્ત ભૌગોલિક પરિભાષાથી પર એવી કોઈ વિશિષ્ટ આલંકારિક પરિભાષામાં આ લોકના સ્વરૂપની વ્યાખ્યા કરવી જોઈએ. અને તે દ્વારા જ લોકના સ્વરૂપને સમજવું જોઈએ.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કેટલું સ્પષ્ટ આ વિધાન કર્યું છે કે યોગના અભ્યાસ વિના લોકના સ્વરૂપનો પાર પામી શકાય તેમ નથી. તે માટે વિશિષ્ટ જ્ઞાન અથવા પરિભાષાની સમજ હોવી આવશ્યક છે.
૪. શ્રી ત્રિલોક મુનિનો અભિપ્રાય : ૧૦ પૂર્વથી ઓછું જ્ઞાન ધરાવતા મહાપુરૂષોની રચનામાં અંધ શ્રદ્ધા પૂર્વકની આગ્રહબુદ્ધિ ન હોવી જોઈએ. આગમોમાં નિર્દિષ્ટ મૌલિક સિદ્ધાંતોની સાથે આ પ્રકારના સિદ્ધાંતોની વાત કરતી વખતે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો તે જ તટસ્થ બુદ્ધિનું લક્ષણ છે. ઉપલબ્ધ માન્ય આગમોમાં પણ પરંપરા દોષ, લિપિદોષ, પ્રક્ષેપ દોષ, મિશ્રણ દોષ, હાસ દોષ વગેરે અનેક નાના મોટા દોષ હોય છે. આ જ કારણથી વિદ્વાનો માટે વિવેકપૂર્વકની તટસ્થ બુદ્ધિથી પરંપરાનો નિર્ણય કરવામાં કાંઈ અનુચિત નથી. આ વિવેકવૃત્તિ શાસ્ત્રોનું ગહન અધ્યયન કરનાર બહુશ્રુત વિદ્વાનો માટે જ છે, પણ સામાન્ય અધ્યયન કરનાર માટે નથી. (શ્રી ત્રિલોક મુનિજી, આગમ નિબંધમાળા, ભાગ-૫, પૃ. ૧૬,૧૭)