________________
પરિશિષ્ટ-૩
155 આવ્યો છે. પરિણામે મૂળ પાઠ કયો અને પાછળથી ઉમેરાયેલ પાઠ કયો, તે જાણવું લગભગ અશક્ય જેવું છે. આમ છતાં, ભાષાવિજ્ઞાનના અભ્યાસુને એ વાતની પ્રતીતિ થયા વગર રહેતી નથી કે કયો ભાગ પાછળથી ઉમેરાયેલ છે.
૧૨ાયલ છે.
આ ઉમેરો કરવા પાછળ તત્કાલીન બે કારણો મૂળમાં હશે, તેવું એક અનુમાન છે. પહેલું કારણ અન્ય પરંપરાઓ સાથેના વાદવિવાદ અને બીજું કારણ તત્કાલીન જ્યોતિષશાસ્ત્રમાં લોકોની શ્રદ્ધા અને
જ્યોતિષશાસ્ત્ર પ્રત્યેના લોકોના આકર્ષણ દ્વારા પોતાના સંપ્રદાય તરફ લોકોને આકર્ષવા સ્વરૂપ કારણથી જ્યોતિષશાસ્ત્રનો જૈન પરંપરામાં સમાવેશ કરવો પડ્યો હોય. આ જ એક પ્રબળ કારણ હતું. દા. ત. સની કિંમત. તેઓએ Tની કિંમત તરીકે ૨૨/૭ ના બદલે ૧૯/૬ તે સિવાય સ્થળ કક્ષાએ ૩, ૩.૧૬ અર્થાત્ V૧૦ અને ૩.૧૪ પણ દર્શાવી છે અને સૂક્ષ્મ કક્ષાએ ૩૫૫:૧૧૩ પણ દર્શાવી છે. આ હકીકત એમ દર્શાવે છે કે આ ઉમેરો કરનાર સર્વજ્ઞ નથી. જો સર્વજ્ઞની વાણી હોય તો તેમાં વિકલ્પ કે અચોક્કસતા હોય નહિ.
તે જ રીતે જ્યોતિષશાસ્ત્રીય પદાર્થોનો જ્યોતિષલોકમાં સમાવેશ જે તે કાળના જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાત આચાર્યોએ કર્યો હોઈ શકે. તેમનું આ કાર્ય તેઓએ જ્યોતિષ્કના પદાર્થોના સ્થાનની ગણતરી કરવા અને વર્તમાન પૃથ્વી ઉપર નિવાસ કરતા લોકો ઉપર તેની કેવી અસર પડે છે, તે જાણવા કરેલ. તેમાં કોઈ નવાઈ નથી. આના ઉપરથી એ પણ સિદ્ધ થાય કે તે કાળના આચાર્યોને લોકના સાંખ્યિકી સ્વરૂપની ખબર જ નહોતી. અર્થાત્ લોકના સાંખ્યિકી ચાર્ટ અંગેની સમજ સંપૂર્ણપણે નાબુદ થઈ ગઈ હતી. આ સમજ લગભગ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિના નિર્વાણ બાદ