________________
154
પરિશિષ્ટ નં.-૩
જૈન વિશ્વસંરચના અંગેના મૂળ જૈન આગમિક સાહિત્ય અંગે સંશોધકોના વિચારો
આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી : જૈન આગમિક સાહિત્યના નિષ્ણાતો એમ માને છે કે વર્તમાનમાં ઉપલબ્ધ આગમિક સાહિત્ય સંપૂર્ણપણે અવિકલ જિનવાણી નથી. દિગંબરો એમ માને છે કે શ્વેતાંબરોએ આગમોને લિપિબદ્ધ કર્યા તે પહેલાં જ આગમો સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા છે. તેનો કોઈ અંશ પણ હાલમાં ઉપલબ્ધ નથી. આ માત્ર તાર્કિક દલીલ જ છે. આમ છતાં અપેક્ષાએ દેવર્ધિ ગણિ ક્ષમાશ્રમણે આગમો લિપિબદ્ધ કરાવ્યાં તે પૂર્વે ઘણું બધું આગમિક સાહિત્ય વિસ્તૃત થઈ ગયેલ. તેથી વર્તમાનમાં ઉપલબ્ધ આગમિક સાહિત્ય એક પ્રકારનું સંકલન છે. ભગવાન મહાવીરની મૂળવાણી સ્વરૂપ નથી. જૈન આગમોના વિશિષ્ટ અભ્યાસુ નિષ્ણાત ડૉ. મધુસૂદન ઢાંકીએ કરેલ વિશ્લેષણ અનુસાર ફક્ત આચારાંગ સૂત્ર અને સુયગડાંગ સૂત્રમાં જ પ્રભુ મહાવીરના અસલ શબ્દો કાંઈક અંશે સચવાયેલા છે. જો કે દેવર્ધિ ગણિ મહારાજ અને તેમના સાંનિધ્યમાં એકત્ર થયેલ ૫૦૦ આચાર્યોએ લુપ્ત થયેલ પાઠ મેળવવા અથાગ પ્રયત્ન કર્યો છે. અને જ્યાં લુપ્ત પાઠ મળ્યો જ નથી ત્યાં તેઓએ પોતાની પ્રજ્ઞા અનુસાર સર્વસંમતિથી ઉમેરો કરેલ છે. આ ઉમેરો બહુ જ વિચાર વિનિમય કર્યા પછી કરેલ છે અને તે અંગે તેઓની પાસે કોઈ વિશેષ આધાર પણ હોવો જોઈએ.
આ રીતે આગમ સાહિત્યમાં ક્યાંક ક્યાંક પશ્ચાત્વર્તી આચાર્યોએ ઉમેરો પણ કર્યો છે. અલબત્ત, આ ઉમેરો શ્રમણ ભગવાન
શ્રીમહાવીરસ્વામીના પોતાના શબ્દોમાં હોય તે રીતે કરવામાં