________________
પરિશિષ્ટ-૨
153
૫. અવકાશી પદાર્થોનું પરસ્પરનું અંતર : જ્યારે બ્રહ્માંડમાં વિભિન્ન સ્થાનો ઉપર અવસ્થિત વિભિન્ન પૃથ્વીઓને એક સાથે ભૌમિતિક આકારમાં દર્શાવેલ હોય ત્યારે ગણિતજ્ઞને ખબર છે કે અવકાશી પદાર્થોના પરસ્પરનાં અંતરની અવગણના કરીને જ એકસાથે બતાવી શકાય છે. તેથી આ પ્રકારના સાંખ્યિકી ચાર્ટમાં અવકાશી પદાર્થોનું વાસ્તવિક અંતરનું કોઈ જ મહત્ત્વ નથી. દા.ત. મહાવિદેહની પૃથ્વીઓ અને ભરતક્ષેત્ર જેવી અન્ય સર્વ પૃથ્વીઓને સામૂહિક સ્વરૂપમાં ગોળાકાર સ્વરૂપે બતાવવામાં આવે છે ત્યારે તેમની વચ્ચેના વાસ્તવિક અંતરનું કોઈ જ અસ્તિત્વ રહેતું નથી. શક્ય છે કે એક અવકાશી પદાર્થની નજીક અથવા સાવ સામાન્ય અંતરે હોઈ શકે, તો બીજો પદાર્થ લાખો પ્રકાશવર્ષ દૂર હોઈ શકે. આમ છતાં કોઈ એક અવકાશી પદાર્થ ઉપરના અન્ય પદાર્થો કદાચ તેમના અંતરના પ્રમાણમાં દર્શાવી શકાય અને તે માટે કદાચ વર્તુળાકાર પસંદ કર્યો હોય.
૬. ભૌગોલિક નકશાની એક મર્યાદા એ છે કે તેમાં સ્થિર રહેલ અમુક ભૌતિક પદાર્થોને જ બતાવી શકાય છે, જ્યારે સજીવ પદાર્થોના જથ્થાને અને રૂપી તથા અરૂપી અજીવ પદાર્થોના સંપૂર્ણ જથ્થાને દર્શાવી શકાતા નથી.