________________
152
પરિશિષ્ટ-૨ ૩. ગતિઓ : કોઈપણ અવકાશી પદાર્થની પોતાની ધરી
ઉપરની ગતિ કે સૂર્યની આસપાસના પરિભ્રમણની ગતિ પણ સાંખ્યિકી ચાર્ટમાં બતાવી શકાતી નથી. કારણ કે બ્રહ્માંડમાં યત્ર તત્ર ફેલાયેલી ઘણી પૃથ્વીના સમૂહ સ્વરૂપે તેને દર્શાવેલ હોય છે અને દરેક અવકાશી પિંડની બંને પ્રકારની ગતિ ભિન્ન ભિન્ન હોય છે, તેથી તે દર્શાવી શકાતી નથી. તેની સાથે તે તે પદાર્થની દિશાઓ અર્થાત્ તે પદાર્થો કઈ દિશામાં અવસ્થિત છે, તે પણ સાંખ્યિકી ચાર્ટમાં બતાવી શકાતું નથી. વળી આ વાસ્તવિક દિશાઓ સાપેક્ષ હોય છે અને તે આ પ્રકારના ચાર્ટમાં બતાવવી શક્ય નથી. તે જ રીતે દિવસ-રાતની લંબાઈ પણ સાંખ્યિકી ચાર્ટમાં શોધવી અનુચિત છે. પ્રાચીન કાળમાં સાંખ્યિકી ચાર્ટ અને ભૌગોલિક નકશા એક સાથે મળતા હતા. તેથી જે વિગત જે નકશામાં પ્રાપ્ત હોય તેમાં તે જોઈ લેવાતી હતી. અવકાશી પદાર્થોના વાસ્તવિક સ્થાન : લોક સ્વરૂપ ચાર્ટમાં અવકાશી પદાર્થોના વાસ્તવિક સ્થાન પણ દર્શાવી શકાતા નથી. આ વિષય અવલોકનનો વિષય છે. જ્યારે સાંખ્યિકી ચાર્ટમાં બે પદાર્થ વચ્ચેનો અવકાશ નગણ્ય કરી દેવામાં આવે છે, અથવા ક્યારેક શુન્ય પણ કરી દેવામાં આવે છે. જે તે અવકાશી પિંડ ઉપરના પર્વતો અને નદીઓ પણ સામૂહિક રૂપે ફક્ત એક કે બબ્બેની સંખ્યામાં દર્શાવાય છે. તેમાં જેમ પૃથ્વી ઉપર શહેરોના ચોક્કસ સ્થાન દર્શાવવા અક્ષાંશ, રેખાંશ આપવામાં આવે છે, તેવું સાંખ્યિકી ચાર્ટમાં હોતું નથી. ટૂંકમાં, લોકના ચાર્ટમાં ભૌગોલિક માહિતી જેવી કે ચોક્કસ સ્થાન, આકાર, ગતિઓ, દિશાઓ વગેરે શોધવું કે તે માટે પ્રયત્ન કરવો તે અંગત, અનુચિત અને જિનવાણીના અપમાન બરાબર છે.