________________
પરિશિષ્ટ-૨
151 કોઈકનું એકાદ લક્ષણ બતાવી શકાય છે પરંતુ વાસ્તવિક આકાર ક્યારેય બતાવી શકાતો નથી. મતલબ કે સાંખ્યિકી પદ્ધતિનો એક જ પર્વત અનેક ભૌગોલિક પર્વતોના સમૂહ સ્વરૂપે અથવા તેની એક જ પૃથ્વી ભૌગોલિક અનેક પૃથ્વીના સમૂહ સ્વરૂપે હોય છે. તે જ રીતે સાંખ્યિકી પદ્ધતિની એક જ નદી ભૌગોલિક અનેક નદીઓના સમૂહ સ્વરૂપે હોય છે. માટે સાંખ્યિકી પદ્ધતિના નકશામાં જે પ્રમાણે બતાવ્યું હોય છે તે પ્રમાણે કયારેય કશું જ ભૌગોલિક સ્વરૂપે મળતું નથી. એ પ્રમાણે ધ્યાનમાં રાખવું
જોઈએ. ૨. આકાર : સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટમાં દર્શાવેલ આકાર પણ એક પ્રકારનો ભૌમિતિક આકાર માત્ર હોય છે. તેને જે તે પદાર્થના ભૌગોલિક અર્થાત્ વાસ્તવિક આકારની સાથે કોઈ જ સંબંધ હોતો નથી. ક્યારેક તે માત્ર એક પ્રકારનું સુશોભન જ હોય છે. માટે તે આકારને ભૌગોલિક આકાર માનવો નહિ. દા.ત. મહાવિદેહ જેવી પૃથ્વીઓ, ભરતક્ષેત્ર જેવી પૃથ્વી અને બીજી કેટલીક પૃથ્વીઓને સામૂહિક રીતે ભેગી કરીને એક ગોળાકાર જંબુદ્વીપ તરીકે બતાવ્યો છે. તે સાથે તે સર્વ પૃથ્વી ઉપર રહેલ સમુદ્રોને સામૂહિક રીતે એક ભૌમિતિક વલયાકાર એવા લવણ સમુદ્ર સ્વરૂપે દર્શાવેલ છે. આ રીતે બતાવવામાં તેમાં સમાયેલ ભિન્ન ભિન્ન પૃથ્વીના વાસ્તવિક આકાર અને પરસ્પરનું અંતર કેટલું છે તેની ખબર પડતી નથી. માટે સાંખ્યિકી પદ્ધતિથી વ્યાખ્યા કરતી વખતે આકાર કે પરસ્પરના અંતરની વાત કરવી નહિ. કારણ કે તે તેમાં દર્શાવ્યું જ નથી હોતું. અલબત્ત, કોઈપણ ક્ષેત્રનો માત્ર સામૂહિક વિસ્તાર ક્ષેત્રફળ આ પદ્ધતિમાં દર્શાવવું શક્ય છે.