________________
150
પરિશિષ્ટ નં. -૨
સાંખ્યિકી પદ્ધતિની મર્યાદાઓ
સાંખ્યિકી પદ્ધતિ અને ભૌગોલિક નકશાની પદ્ધતિની કેટલીક મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ અંગે વિચાર કરવો અનિવાર્ય છે. બંને પદ્ધતિઓમાં સાંખ્યિકી પદ્ધતિથી વ્યાખ્યા કરતી વખતે અથવા સમજ આપતી વખતે ભૌગોલિક નકશાની અપેક્ષાએ તેની મર્યાદા અથવા ત્રુટિ અંગે ધ્યાન રાખવું જરૂરી છે. સાંખ્યિકી પદ્ધતિમાં નીચે જણાવેલ બાબતો અંગે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.
૧. ભૌગોલિક પદ્ધતિમાં દર્શાવેલ વસ્તુઓ અને તેનું પ્રમાણ અને પરિમાણ ઃ
સાંખ્યિકી પદ્ધતિમાં બતાવેલ પહાડો, નદીઓ વગેરે વાસ્તવમાં ભૌગોલિક વસ્તુ તરીકે હોતી જ નથી. લોકમાં દર્શાવેલ દ્વીપ કે સમુદ્ર ઉપર જે પર્વત, નદી, ટાપુ વગેરે બતાવ્યું હોય છે તેનું માત્ર સાંખ્યિકી મહત્ત્વ જ હોય છે. વાસ્તવમાં તેવું કશું જ હોતું નથી. વાસ્તવિક પદાર્થોના આકાર, પરસ્પરનું અંતર, દિશાઓ, સ્થાન વગેરેનો અર્થ આ પદ્ધતિમાં અલગ અલગ હોય છે. કારણ કે આ બધા પદાર્થ સામૂહિક રીતે દર્શાવેલ હોય છે. તેના ગાણિતિક આકાર, સ્થાન, પરસ્પરના અંતરને વાસ્તવિક આકાર, સ્થાન કે પરસ્પરના અંતર સાથે કોઈ સંબંધ હોતો નથી માટે તેને વાસ્તવિક આકાર, સ્થાન કે પરસ્પરનું અંતર સમજવાની ભૂલ ક્યારેય કરવી નહિ. સર્વજ્ઞો દ્વારા પ્રણિત આ પદ્ધતિની આશાતના કે અપમાન કરવા સ્વરૂપ પાપ કરવું ન જોઈએ.
જો કે સાંખ્યિકી ચાર્ટમાં દર્શાવેલ પર્વત, નદી વગેરે સામૂહિક સ્વરૂપે બતાવેલ હોય છે. તેમાંથી ક્ષેત્રફળ જેવું