________________
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
133 પર્વતના સ્વરૂપે ઘન અને નદી તથા સમુદ્રના સ્વરૂપે પ્રવાહી પ્રાપ્ત છે. તેની આસપાસ ત્રીજી અવસ્થાના વાયુ સ્વરૂપ હોય પણ ખરું અને ન પણ હોય. આ મધ્યલોક વિવિધ પ્રકારના શૂળ જીવોને જીવવા માટે આધાર પૂરો પાડે છે.
शनि
९०० योजन
मंगल
gse
८९७ योजन ८९४ योजन ८९१ योजन ८८८ योजन ८८४ योजन ८८० योजन
बुध
नक्षत्र
चंद्र
૮૦ યાબિંબ
वारा मंडळ
७९० योजन
પુદ્ગલની ચોથી અવસ્થા પ્લાઝમા અવસ્થા છે. અને તે મધ્યલોકમાં મેરૂ પર્વતની આસપાસ ફરતી બંગડી આકારમાં બતાવેલ છે. આ પ્રકારનું પ્લાઝમા દ્રવ્ય પ્રકાશનું ઉત્સર્જન કરતા દરેક પ્રકારના સૂર્ય અને તારા માં હાઈડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરતી ભઠ્ઠીઓના સ્વરૂપમાં છે. તે જ્યોતિષ્ક દેવોના વિમાન સ્વરૂપે દર્શાવેલ છે. ઋષિ-મુનિઓના કહેવા પ્રમાણે આ પ્લાઝમા પદાર્થ વૈક્રિય શરીરધારી દેવોને નિવાસ કરવા માટે આધાર સ્વરૂપ છે. મતલબ કે સૂર્ય, ચંદ્ર, તારા વગેરેમાં દેવોના રહેઠાણ છે.