________________
134
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ૨. ઉચ્ચ દબાણ અને તાપમાને ઘન પદાર્થોની વિભિન્ન
અવસ્થાઓ :
જો દબાણ અથવા ઉષ્ણતામાન વધારવામાં આવે તો પદાર્થની અવસ્થામાં પરિવર્તન થાય છે. દા.ત. ઘન પદાર્થ પ્રવાહીમાં પરિવર્તિત થાય છે. એ સાથે જો પદાર્થ ઉપર દબાણ વધારવામાં આવે તો તેના ઉષ્ણતામાનમાં વધારો થાય છે. દા. ત. જો આપણે પૃથ્વીની જેમ જેમ નીચે જઈએ તેમ તેમ દબાણ વધતું જાય છે અને તે સાથે તે ઘન પદાર્થ પ્રવાહી બને છે. અને જેમ જેમ નીચે જતા જઈએ તેમ તેમ તેની પેટા મર્યાદા, સામાન્ય મર્યાદા, અને છેવટે છેલ્લી કક્ષાની મર્યાદા પણ વટાવી દે છે. સૂર્ય કરતાં વધુ દ્રવ્યમાન ધરાવતા અવકાશી પદાર્થોના અંદરના પદાર્થની સંરચના પ્રમાણે તેને સાત કક્ષામાં વિભાજિત કરી શકાય છે. આ કક્ષાઓ પૂર્વના મહાન ઋષિ-મુનિઓએ નીચે પ્રમાણે દર્શાવી છે. ૧. ઉષ્ણ-ઘન, ૨. ઉષ્ણ અર્ધ પ્રવાહી, ૩. પીગળેલ ગરમ પ્રવાહી, ૪. અત્યંત ઉચ્ચ ઉષ્ણતામાને પીગળેલ દ્રવ્ય, ૫. ઠંડા અર્ધપ્રવાહી-ઘન, ૬. વધુ ઠંડા ઘન, ૭. અત્યંત ઠંડા ઘન.
અધોલોક : લોકના ચાર્ટમાં પદાર્થની ઉપર બતાવેલ સાતે ય અવસ્થા અધોલોકની સાત નારક પૃથ્વીઓમાં અનુક્રમે આવેલ છે. તે નીચે દર્શાવેલ હોવાથી અધોલોક તરીકે ઓળખાય છે. પ્રાચીન કાળના મહર્ષિઓના જણાવ્યા પ્રમાણે પદાર્થની આ સાતે ય અવસ્થા વૈક્રિય શરીર ધરાવતા નરકના જીવો અને અધોલોકવાસી ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર કેટલાક દેવોના નિવાસ માટે યોગ્ય આધાર પૂરો પાડે છે. વળી જોવાની ખૂબી એ છે કે સાતે