________________
132
શું જૈન ભૂગોળ-ખગોળ. સાચી છે? જૈન લોકનું સ્વરૂપ બે પ્રકારના દારિક શરીરવાળા જીવો બતાવે છે. ઓર્ગેનિક અર્થાત્ જેમાં કાર્બન હોય તેવા પ્રકારના પદાર્થમાંથી નિર્માણ પામેલ અને ઇનઓર્ગોનિક અર્થાત્ જેમાં કાર્બન નથી તેવા પ્રકારના પદાર્થમાંથી નિર્માણ પામેલ શરીરવાળા જીવો. વર્તમાનમાં વિજ્ઞાનીઓ માત્ર ઓર્ગેનિક પદાર્થ માં થી નિષ્પન્ન શરીરવાળા જીવો અંગે જાણે છે. વર્તમાનમાં વિજ્ઞાનીઓને સિલિકોનમાંથી નિષ્પન્ન શરીરવાળા જીવો દરિયાઈ સૃષ્ટિમાં હોવાની માહિતી છે. તે જ રીતે પાણી અને પૃથ્વી જેવા નિમ્ન કક્ષાના જીવો ઇનઓર્ગેનિક પદાર્થમાંથી નિષ્પન્ન થયેલ હોય છે. આ અંગે તેઓએ સંશોધન કરવું જોઈએ.
૧. સમગ્ર બ્રહ્માંડમાં રહેલ પદાર્થો :
સમગ્ર બ્રહ્માંડમાં સજીવ અને નિર્જીવ એમ બે પ્રકારના પદાર્થો છે. તેના ભિન્ન ભિન્ન પ્રકાર, અવસ્થા અને પર્યાય અનુસાર ભિન્ન ભિન્ન પેટા વિભાગ છે.
અજીવ પદાર્થ સ્વરૂપ પુદ્ગલ દ્રવ્યના ભિન્ન ભિન્ન પ્રકાર : અજીવ પુદ્ગલ દ્રવ્ય તેના પ્રકાર પ્રમાણે સામૂહિક રીતે રજૂ કરવામાં આવ્યા છે. તેમાંના પ્રથમ બે પ્રકાર – ઘન અને પ્રવાહી મધ્યલોકમાં બતાવ્યા છે. અર્થાત્ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત ઘન પદાર્થો લોકના નકશામાં મધ્યલોક અર્થાત્ તિસ્કૃલોકમાં દ્વીપ તરીકે રજૂ કર્યા છે, તો સઘળા પ્રવાહી પદાર્થો સમુદ્ર રૂપે રજૂ કર્યા છે. અને તે વલયાકારમાં છે. ત્રીજી અવસ્થા વાયુની છે અને તે મધ્યલોકની ચારે બાજુ રહેલ વાતવલય સ્વરૂપે છે. પ્રથમના બે પ્રકારના અર્થાત્ ઘન અને પ્રવાહી દરેક પૃથ્વી ઉપર કે ગ્રહ ઉપર જમીન તથા