________________
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
129 દ્વીપને મનુષ્યક્ષેત્ર અથવા સમયક્ષેત્ર કહે છે. તેની બહાર અસંખ્ય દ્વીપ સમુદ્ર એક બીજાથી બમણા બમણા વિસ્તાર ધરાવે છે. છેક છેલ્લે સ્વયંભૂરમણ દ્વીપ અને સમુદ્ર આવે છે. સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે મનુષ્યક્ષેત્ર અર્થાત્ અઢી દ્વીપમાં જૈનદર્શન અનુસાર ઓછામાં ઓછી કુલ રપ૬ પૃથ્વી એવી છે કે જ્યાં માનવવસ્તી હોવાની સંભાવના છે. આ સમગ્ર બ્રહ્માંડમાં કરોડો પ્રકાશવર્ષ ના વિસ્તારમાં અસંખ્ય ગ્રહમાળાઓ છે અને તેમાંની કોઈક કોઈક પૃથ્વી ઉપર માનવવસ્તી હોવાની સંભાવના વિજ્ઞાનીઓ પણ કહે છે. વિજ્ઞાનીઓને કેપ્લર મિશન અને તેના જેવા અન્ય મિશન દ્વારા એવી માહિતી મળી છે કે આપણી પૃથ્વી જેવી બીજી ૧૫૦૦ પૃથ્વી છે. અલબત્ત, તેમાંથી કઈ પૃથ્વી ઉપર મનુષ્યની વસ્તી છે, તે હજુ શોધનો વિષય છે. આમ છતાં, જૈન દર્શન અનુસાર અઢી દ્વીપમાં બતાવેલ મનુષ્યના ક્ષેત્રોની નીચે જણાવેલ સંખ્યા પ્રમાણે ર૫૬ પૃથ્વી ઉપર મનુષ્ય છે. પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અન્તર્કંપ ઉપર મનુ ષ્યની વસ્તી છે. આમાંની કેટલીક પૃથ્વી આપણી પૃથ્વી જેવી જ છે. જેને અન્ય ચાર ભરતક્ષેત્ર કહે છે તથા આપણા જેવી જ પરંતુ પ્રતિવિશ્વ જેવી લાક્ષણિકતા ધરાવતી પાંચ પૃથ્વી છે જેના ઉપર મનુષ્યની વસ્તી આપણા જેવી જ અને કાળની સ્થિતિ તરીકે પાંચમો આરો ધરાવે છે, તેને પાંચ ઐરાવત ક્ષેત્ર કહે છે. તે જ રીતે આપણા કરતાં વધુ બુદ્ધિશાળી અને વધુ જ્ઞાન ધરાવતા તથા વધુ શક્તિશાળી મનુષ્યોની વસ્તી ધરાવતી ૧૬૦ પૃથ્વીઓ છે, જેને જેનદર્શનમાં પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય કહે છે. તો