________________
128
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ભરતક્ષેત્ર પણ એક માનવ-પૃથ્વી બતાવે છે. આ માનવપૃથ્વી ઉપર અર્થાત્ આપણી વર્તમાન પૃથ્વી ઉપર પાંચમો આરો ચાલે છે. આ સાંખ્યિકી પૃથ્વી ઉપર ગ્રંથોમાં ક્યાંક ક્યાંક ભૌગોલિક તથ્યોનું અધ્યારો પણ જોવા મળે છે. ક્ષેત્રફળના હિસાબે પર્વતોને તો એક પટ્ટી ચાર્ટ સ્વરૂપમાં તો બતાવી દીધા છે, તેમ છતાં તેને વિવિધ પ્રકારના શિખરો અને શાશ્વત જિનાલયોથી અલંકૃત કરવામાં આવ્યા છે. આ વર્ણનને માત્ર સાહિત્યિક અલંકારમાં જ સમજવું પરંતુ વાસ્તવિક ભૂગોળ સ્વરૂપે નહિ. કારણ કે જ્યારે આ પ્રકારના ચિત્રો અંકિત કરવાની શરૂઆત થઈ ત્યાં સુધીમાં તો મૂળ સાંખ્યિકી પદ્ધતિની સમજ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયેલી.
રજી |
1 %
Ex
આ તો માત્ર જંબૂદ્વીપ અને ભરતક્ષેત્ર અંગે સાંખ્યિકી સમજ આપવામાં આવી. તે જ રીતે અઢી દ્વીપની પણ સમજ આપી શકાય. જંબુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરવાર અર્ધ