________________
127
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
નથી.
અકર્મભૂમિમાં ત્યાં રહેલ વૈતાઢ્ય પર્વત ક્ષેત્રના ભાગ કરતા નથી પરંતુ તે વર્તુળાકારમાં ક્ષેત્રની મધ્યમાં છે, તેનો ઉપયોગ સાંખ્યિકી પદ્ધતિમાં માત્ર નદીઓની દિશા બદલવા જ કર્યો છે અને તે રીતે તે અકર્મભૂમિને ચાર ખંડમાં વિભાજિત કરે છે. આ નદીઓના ઉદ્દગમ સ્થળ તરીકે સીમાવર્તી પર્વત ઉપર રહેલ સરોવરને બતાવ્યા છે, તે પણ સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે છે, પરંતુ ભૌગોલિક તરીકે નથી.
તે પણ કલાકારની દૃષ્ટિએ છે. ૭. સમુદ્ર : ભરતક્ષેત્રની પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં
લવણ સમુદ્ર છે. જ્યારે ઉત્તરમાં લઘુહિમવાન પર્વત છે. આ વર્ણન શાસ્ત્રીય રીતે બરાબર છે. ભરતક્ષેત્ર વર્તમાન પૃથ્વીના જમીનના ક્ષેત્રફળનું સામૂહિક પ્રતિનિધિત્વ કરે છે તો લવણ સમુદ્ર વર્તમાન પૃથ્વી પરના સમુદ્રોનું સામૂહિક પ્રતિનિધિત્વ કરે છે. આ લવણ સમુદ્ર વર્તમાન પૃથ્વીના દરેક સમુદ્રના આકાર, પરિમાણ અને પરસ્પરના અંતરને બતાવવાનું સાંખ્યિકી પદ્ધતિનું કાર્યક્ષેત્ર નથી. માટે પ્રસ્તુત આકાર વાસ્તવિક નથી, મારા
પ્રતિકાત્મક જ છે. ૮. જીવન : આ ભરતક્ષેત્ર કર્મભૂમિ છે અર્થાત્ અસિ, મસિ અને
કૃષિનો ઉપયોગ અહીં ઉત્સર્પિણીના પહેલા, બીજા અને ત્રીજા તથા અવસર્પિણીના ચોથા, પાંચમા અને છઠ્ઠા આરામાં થાય છે. અત્યારે અવસર્પિણીનો પાંચમો આરો ચાલે છે. તેને કળિયુગ પણ કહે છે. જે રીતે હિમવંત ક્ષેત્ર એક માનવ-પૃથ્વી બતાવે છે તેમ