________________
126
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ભેદીને લવણ સમુદ્રને મળે છે. આ બંને નદીઓ શાશ્વત છે. આ બે નદીઓ અને વૈતાઢ્ય પર્વત ભરતક્ષેત્રના છ ભાગ કરે
ખંડપ્રપાતા અને તમિસ્રા ગુફામાં બબ્બે નદીઓ પૂર્વથી પશ્ચિમ વહે છે, તેના નામ ઉન્મચા (ઉન્મગ્નજલા) અને નિમ્નગા (નિમગ્ન જલા) છે. આ નદીઓ અનુક્રમે ગંગા અને સિધુ નદીમાં મળે છે અને તે રીતે છેવટે લવણ સમુદ્રમાં મળે છે.
આ શાસ્ત્રીય વર્ણન સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે બિલકુલ સાચું છે. ભરતક્ષેત્રમાં બતાવેલી ગંગા અને સિધુ નદીઓ સાંખ્યિકી નદીઓ છે તેને આપણી ભારતની ભૌગોલિક ગંગા અને સિધુ નદી સાથે કોઈ સંબંધ નથી. તેથી કૃત્રિમ રીતે જ તેને ભરતક્ષેત્રના છ ભાગ કરનારી જાણવી. આ ગંગા અને સિધુ નદીને સ્થાપના નિક્ષેપ તરીકે જાણવી પરંતુ ભૌગોલિક નદી તરીકે લેવી નહિ. એક રીતે આ છ ખંડો ઉપર વર્તમાન પૃથ્વી ઉપરના છે મહાદ્વીપોને અધ્યારોપણ કરીએ તો તેના ક્ષેત્રફળનો મેળ મળી જાય છે. પરંતુ તેની ભૌગોલિક સીમા સાંખ્યિકી પદ્ધતિના ભરતક્ષેત્રની સીમાનું ઉલ્લંઘન કરશે જ. અહીં બતાવેલ પર્વતો અને નદીઓને ભૌગોલિક સ્વરૂપમાં માનવું તે જિનવાણીના અપમાન બરાબર છે. તેથી કોઈપણ ભૌગોલિક ક્ષેત્રનું તેના ઉપર અધ્યારોપણ કરવું અસંગત અને અસ્વાભાવિક છે. એક વિશિષ્ટ તથ્ય ધ્યાનમાં રાખવાનું કે માત્ર ૩૪ ક્ષેત્રમાં જ આ રીતે પર્વત અને નદી દ્વારા છ ખંડમાં વિભાજન બતાવ્યું છે. તે સિવાય અન્યત્ર ક્યાંય અર્થાત્ અકર્મભૂમિમાં આ રીતે વિભાજન બતાવ્યું