________________
108
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જોડાયેલ છે. આ રીતે તે એક સ્વતંત્ર માનવ-પૃથ્વી સંબંધિત જમીનના ક્ષેત્રફળનો નિર્દેશ કરે છે. અને તેને એક ભૌમિતિક આકારમાં પ્રદર્શિત કરે છે. આ ભૌગોલિક પૃથ્વી ઉપરના સમુદ્રોને એક બીજામાં ભેળવી સંયુક્ત રીતે લવણ સમુદ્ર સ્વરૂપે સાંખ્યિકી પદ્ધતિમાં દર્શાવેલ છે. જંબુદ્વીપના વિસ્તાર કરતાં લવણ સમુદ્રનો વિસ્તાર બમણો બતાવ્યો છે. તે એમ સૂચન કરે છે આપણી નિહારિકામાં જેટલી પણ માનવપૃથ્વીઓ છે તે દરેક ઉપર જમીન કરતાં પાણીનો વિસ્તાર બમણો છે. અને આ વાત સમગ્ર બ્રહ્માંડને પણ લાગુ પડે છે. જૈન દર્શનમાં બતાવેલ લોકના સ્વરૂપના આધારે આ મારું અનુમાન છે અને તે જ કારણે તિર્જીલોકના બધા જ દ્વીપો કરતાં સમુદ્રોનો વિસ્તાર બમણો બતાવ્યો છે. જો કે આજના વિજ્ઞાનીઓનું એમ માનવું છે કે માત્ર આપણી પૃથ્વી ઉપર જ જમીન કરતાં પાણીનો વિસ્તાર બમણો છે. અન્ય પૃથ્વીઓ કે નિહારિકાઓમાં એવું છે જ એવું કોઈ સંશોધન આજ સુધી થયું નથી. વિજ્ઞાનીઓની વાત પણ તેમની અપેક્ષાએ સાચી છે. તેઓ તો જેટલું અવલોકન દ્વારા સિદ્ધ થાય તેટલું જ સ્વીકારે છે.
(૨) પરંપરા પ્રમાણે આ શાસ્ત્રીય વર્ણન સાંખ્યિકી પદ્ધતિમાં
સંપૂર્ણ સત્ય છે, પરંતુ તેને ભૌગોલિક સ્વરૂપમાં માનવાની ભૂલ કરવી નહિ. જંબુદ્વીપનું દરેક ક્ષેત્ર એક અલગ પૃથ્વીને એક ભૌમિતિક આકારમાં રજૂ કરે છે. જે તેનો વાસ્તવિક આકાર નથી. જ્યારે દરેક ક્ષેત્રને સામૂહિક રીતે સાંખ્યિકી પદ્ધતિમાં બતાવવાના હોય