________________
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
109 ત્યારે તેના ક્ષેત્રફળના સ્વરૂપમાં એટલે કે ચોરસ યોજન શબ્દો દ્વારા ભૌમિતિક આકારમાં જ દર્શાવવું પડે છે.
જ્યારે તે પૃથ્વીનો વાસ્તવિક આકાર તો દડા જેવો જ હોવાની સંભાવના છે.
(૩) કર્મ ભૂમિ અને અકર્મ ભૂ મિની વ્યવસ્થા એ
માનવસભ્યતાના વિકાસક્રમનો નિર્દેશ કરે છે. અને તેની
સાથે વિજ્ઞાનને કોઈ વિરોધ નથી. ૨. ગતિ : જંબૂઢીપ સ્થિર છે. તે ફરતો નથી. આ વાતને
ભૌગોલિક સ્વરૂપમાં લેવાની નથી. પરંતુ ચાર્ટના સ્વરૂપની એક મર્યાદા રૂપે લેવાની છે.
આ શાસ્ત્રીય વર્ણન લોકના સાંખ્યિકી પદ્ધતિના સ્વરૂપ પ્રમાણે તદ્દન સત્ય છે. આ ઉદ્ઘોષણા વૈજ્ઞાનિક અને સત્ય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણી પૃથ્વીઓને સામૂહિક સ્વરૂપમાં બતાવવાની હોય ત્યારે કોઈપણ પૃથ્વીની ગતિ બતાવવી શક્ય નથી. વળી જંબૂઢીપ તો ઘણી પૃથ્વીના માત્ર જમીનના ક્ષેત્રફળનો જ નિર્દેશ કરે છે પરંતુ સંપૂર્ણ પૃથ્વીનો નિર્દેશ કરતો નથી. વળી એક સમૂહમાં સામેલ ઘણી પૃથ્વીઓમાં દરેકની પોતાની અલગ અલગ દૈનિક કે વાર્ષિક ગતિ હોઈ શકે છે. તેની સાથે સાંખ્યિકી પદ્ધતિને કોઈ વિરોધ નથી. ભિન્ન ભિન્ન પ્રકારની ગતિઓની ભિન્ન દિશા હોવાના કારણે તે સામૂહિક પૃથ્વીનો વિષય બની શકે નહિ. આ કારણથી જ જંબુદ્વીપને સ્થિર બતાવ્યો
૩. સ્થાન અને દિશાઓ : એક ભરતક્ષેત્ર જ જંબુદ્વીપમાં
દક્ષિણ દિશામાં છે. બાકી બધા જ ક્ષેત્ર જંબુદ્વીપમાં